GSTV
Gujarat Government Advertisement

અમે નહીં, ગૃહમંત્રી અમિત શાહ ભય, અનિશ્ચિતતા ફેલાવી રહ્યા છે : કોંગ્રેસ

Last Updated on December 23, 2019 by Mayur

વિપક્ષ લોકોને ‘ઉશ્કેરી’ રહ્યો છે અને કથિત રીતે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે તેવા વડાપ્રધાન મોદીના આક્ષેપોને રવિવારે કોંગ્રેસે નકારી કાઢ્યા હતા. ઉલટાનું તેમણે દાવો કર્યો કે અમે નહીં, પરંતુ તમારા ગૃહમંત્રી અમિત શાહ મુસ્લિમોમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ફેલાવી રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના આક્ષેપો પાયા વિહોણા છે. હકીકતમાં ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં નિવેદન આપ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અમલમાં આવ્યા પછી એનઆરસી લાવવામાં આવશે. તેમનું આ નિવેદન મુસ્લિમોમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ફેલાવી રહ્યું છે.

ગૃહમંત્રીએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ નિવેદન આપ્યું હતું અને દેશની વર્તમાન સ્થિતિ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. દેશમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી તેવા વડાપ્રધાન મોદીના નિવેદનને ખોટું ગણાવતા શર્માએ કહ્યું કે, ભારતમાં હાલમાં ડિટેન્શન સેન્ટર છે. લોકોને ત્યાં રખાયા છે. કારગીલ યુદ્ધમાં અમારી સાથે લડનારા લોકોને પણ આ ડિટેન્શન કેન્દ્રોમાં મોકલી દેવાયા છે અને મીડિયાએ તે દર્શાવ્યું પણ છે.

આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ ડિટેન્શન કેન્દ્રો પર ફિલ્મો બનાવી છે અને દર્શાવ્યું છે કે આસામમાં કેવી રીતે પાંચ રૂમોમાં 600 લોકોને રખાયા છે. બાળકોને તેમની માતાઓથી અલગ કરી દેવાયા છે. પરિવારોને છૂટા પાડી દેવાયા છે. વડાપ્રધાન આ મુદ્દે ગંભીર હોય તો તેમણે આ મુદ્દે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલ (એનઆઈસી)ની બેઠક બોલાવવી જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!