GSTV
Gujarat Government Advertisement

મોદીના કારણે 2014 અને 2019ના કાશીમાં ઘણો તફાવત : અમિત શાહ

Last Updated on May 27, 2019 by Mayur

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપની જીત બદલ વારાણસી તેમજ દેશભરના તમામ કાર્યકર્તાઓનો ફરી આભાર માન્યો હતો. અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ફરી એક વખત ઐતિહાસિક બહુમતિ મેળવી છે. તમામ દેશવાસીઓએ ફક્ત વિકાસના મુદ્દે ભાજપને સત્તા સોંપી છે.

અમિત શાહે જણાવ્યું કે મોદી અને કાશીવાસીઓનો સંબંધ અતૂટ રીતે જોડાયેલો છે. નરેન્દ્ર મોદીએ કાશીના પ્રજાજનો પર ભરોસો કર્યો. અને કાશીની પ્રજાએ મોદીનો આ ભરોસો કાયમ રાખ્યો. સાથે જ અમિત શાહે જણાવ્યું કે કાશીનું એ સૌભાગ્ય છે કે નરેન્દ્ર મોદી અહીંના જનપ્રતિનિધિ છે.

અમિત શાહે પોતાના સંબોધના કાશીની વિકાસયાત્રા પણ વર્ણવી. અમિત શાહે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં કાશીનો વિકાસ ઘણી ઝડપથી થયો છે. 2014 અને 2019ના કાશીમાં ઘણો તફાવત છે. અને એ તફાવત વિકાસનો છે. મોદી ફરી અહીંથી ચૂંટાતા આગામી 5 વર્ષ કાશી ફરી વિકાસની નવી ઉંચાઇએ પહોંચશે તેવો વિશ્વાસ અમિત શાહે વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો જોઇને ધબકારો ચુકી જશો

Bansari

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!