અખિલેશ અને માયાવતી પર આક્ષેપો સાથે અમિત શાહ બોલ્યા દિલ્હીનો રસ્તો છે લખનઉ, જોઈ લે જો

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધી સપા અને બસપા પર આકરા પ્રહાર કર્યા. અમિત શાહે કહ્યું કે, 2014ની ચૂંટણીમાં દિલ્હીનો રસ્તો લખનઉ થઈને ગયો હતો. આ વખતે પણ દિલ્હીની રસ્તો લખનઉ થઈને જવાનો છે. 2014ની ચૂંટણીમાં અમે 70 બેઠક જીતવાનો લક્ષાંક રાખ્યો ત્યારે અમારી મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ 2014માં ભાજપની 73 બેઠક આવી હતી.

અમિત શાહે કહ્યું કે, યુપીમાં અખિલેશ અને માયાવતી સાથે કોંગ્રેસ પણ એકઠી થશે તો પણ ભાજપ 73 બેઠકથી એકપણ બેઠક ઓછી જીતશે નહીં. 2019ની ચૂંટણીમાં માયાવતી અને અખિલેશની દુકાન પર અલીગઢનું તાળુ લાગવાનું છે. અમિત શાહે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં અખિલેશ અને રાહુલ ભેગા થયા હતા. ત્યારે ભાજપે 325 બેઠક જીતી હતી.

અમિત શાહે રેલીમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર ત્યાં જ બનશે જ્યાં રામ જન્મભૂમિ છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા અંગે અખિલેશ-માયાવતી અને રાહુલ ગાંધી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા રામ મંદિરના કેસમાં અડચણ ઉભી કરે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter