GSTV
Home » News » ભાજપ ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક હારશે, જાણો કારણ

ભાજપ ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક હારશે, જાણો કારણ

ગુજરાતમાંથી રાજ્યસભાનાં સાંસદ એવા ભાજપ પ્રમુખ અમિત શાહ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની લોકસભાનાં સભ્યપદે ચૂંટાઇ આવ્યા છે.તેથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભાની બેઠક ખાલી કરવી પડશે. તેથી આ બન્ને બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જો કે લોકસભામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજેતા થનારા ભાજપે રાજ્યસભામાં એક સીટ ગુમાવવી પડશે, કારણ કે રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે માત્ર 99 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે 72 બેઠકો

ડિસેમ્બર-2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે પાતળી સરસાઇ મેળવી એટલે કે માત્ર 99 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું. જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળિયાની એન્ટ્રી બાદ આ આંકડો 100 પર પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા સીટની ચૂંટણી રદ કરતવાનો હુકમ કરતા ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્યપદ રદ થયું છે. આમ ભાજપના ધારાસભ્યોની સંખ્યા ફરી 99 પર પહોંચી ગઇ હતી, પરંતુ ત્યારબાદ કોંગ્રેસનાં ધારાસભ્યોએ પક્ષ પલ્ટો કરતા લોકસભાની સાથે ગુજરાતમાં ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઇ હતી. જેમાં ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર(ગ્રામ્ય) અને માણાવદર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભાજપનાં ધારાસભ્યોની સંખ્યા 103 પર પહોંચી છે. જ્યારે કોંગ્રેસ પાસે હાલ માત્ર 72 ધારાસભ્યો છે. પરંતુ ભાજપના ચાર ધારાસભ્યોનો લોકસભા ચૂંટણીમાં વિજય થતાં હવે તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવું પડશે. જેથી ભાજપની સભ્ય સંખ્યા ફરી 99 પર પહોંચી જશે.

એક ભાજપને અને એક કોંગ્રેસને રાજ્યસભા સીટ મળે

રાજ્યસભાની ચૂંટણીમાં અગ્રતાક્રમે એટલે કે ઉમેદવારોની પસંદગી માટે ક્રમ 1, ક્રમ 2 એમ પ્રેફરન્સ વોટ હોય છે. રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીમાં ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપનાં સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જ્યારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે. જેમાંથી ભાજપને 99 એકડા મળે, જેની સામે કોંગ્રેસને 72 એકડા મળે છે. આમ એક બેઠક ભાજપને અને એક કોંગ્રેસને મળી શકે છે. હાલ વિધાનસભામાં ભાજપ 103, કોંગ્રેસ 72, એનસીપી 1, બીટીપી 2 અને અપક્ષ 3 બેઠકો ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ભાજપના પબુભાનું ધારાસભ્યપદ રદ થયું છે અને મામલો કોર્ટમાં છે.

READ ALSO

Related posts

કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી

Karan

પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ

Bansari

મોબાઈલ ફોન લેવો છે કરો ઉતાવળ, આગામી સપ્તાહથી વધી શકે છે ભાવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!