GSTV

પાટીલના પેજ પ્રમુખના મોડલે દેશમાં એક નવો વિચાર મૂક્યો, સુરતમાં ભાજપનો વિજય એટલે આખાંય ભારતનું મેન્ડેટ : અમિત શાહ

Amit-Shah-surat-BJP-snehmilan

Last Updated on November 25, 2021 by Dhruv Brahmbhatt

સુરતમાં તમામ ધર્મ-સમાજના લોકો વસે છે તેથી તે લઘુભારત છે. સુરતમાં ભાજપનો વિજય એ સમગ્ર દેશમાં વિજય માટેનો મેન્ડેટ છે એમ આજે સુરત ભાજપના સ્નેહમિલન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયેલા કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો ભાજપના માલિક છે અને કાર્યકરોની મહેનત અને ભાજપના સંગઠનને કારણે છેલ્લાં 31 વર્ષ કરતા વધુ સમયથી સુરત અને ગુજરાતમાં ભાજપનો સતત વિજય થઇ રહ્યો છે.

સ્વસ્છતા સર્વેક્ષણમાં હવે સુરતનો પહેલો નંબર આવે તે માટે આજે આપણે સંકલ્પ કરવાનો છે

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પગલાં ભરવામાં આવ્યા છે તેના કારણે આર્થિક ગતિવિધિ ખૂબ તેજીથી આગળ વધી રહી છે. તેના કારણે બધાં જ રેકોર્ડ GST કે અન્ય હોય એક પછી એક તોડી શકીએ તેવી સ્થિતિમાં પહોંચ્યાં છે તેમાં સુરતનું મોટું યોગદાન છે. આગામી દિવસોમાં ભારતમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનવાનો લક્ષ્યાંક છે તેમાં પણ સુરતનું ઘણું મોટું યોગદાન રહેશે. સ્વસ્છતા સર્વેક્ષણમાં હવે સુરતનો પહેલો નંબર આવે તે માટે આજે આપણે સંકલ્પ કરવાનો છે.

 નરેન્દ્ર ભાઈએ ગુજરાતના વિકાસ સાથે દેશના વિકાસનો પાયો નાંખ્યો છે તેના આધારે દેશને આગળ પહોંચાડે છે. નરેન્દ્ર ભાઈ ગુજરાતમાં એવી વ્યવસ્થા ઉભી કરીને ગયાં કે કોઈ પણ મુખ્યમંત્રી હોય વિકાસની વિજય કૂચ અનેક વર્ષો સુધી આગળ ચાલતી રહે. આ ઉપરાંત સર્જીકલ સ્ટ્રાઈક, અયોધ્યામાં રામ મંદિર કે 370ની કલમ હટાવવાના વાયદા નરેન્દ્ર મોદી સરકારે પુરા કર્યા છે.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપુર્ણ નિર્ણય લીધો છે તેમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને માર્ચના અંત સુધી 80 કરોડ લોકોને મફત યોજના આપવામાં આવશે. દુનિયા ભરમાં ૧૯ મહિના સુધી 80 કરોડ લોકોને અનાજ આપવાની યોજના કોઈએ બનાવી નથી આ ભાજપની ગરીબો પ્રત્યેની સંવેદના બતાવે છે.

amit-shah

પાટીલના પેજ પ્રમુખના મોડલે દેશમાં નવો વિચાર મૂક્યો છે કે સંગઠનના આધારે ચૂંટણી કઇ રીતે જીતી શકાય?

સી.આર. પાટીલ અને તેમની ટીમે પેજ પ્રમુખનું રાજ્યભરમાં જે મોડલ બનાવ્યું છે તે મોડલે સમગ્ર દેશમાં એ નવો વિચાર મૂક્યો છે કે સંગઠનના આધારે ચૂંટણી કઇ રીતે જીતી શકાય. સંગઠનના આધારે જન કલ્યાણની વાતો લોકો સુધી કઈ રીતે લઈ શકાય અને આ સંગઠનના આધારે કોરોના જેવી મહામારી- આપદા આવતી હોય તો સમાજ સેવા કઈ રીતે થઈ શકે તે મોડલ ભાજપ સંગઠને પુરુ પાડયું છે. પ્રયોગ દેશ ભરની અંદર મોડલના સ્વરૃપમાં અનુકરણ કરીએ છીએ.

2022ની ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના સંગઠન અને ગુજરાતના મુખ્યમંત્રીએ 182 બેઠકો જીતવા જે લક્ષ્ય રાખ્યું છે તે પુરુ કરવા સહયોગ આપીએ. આઝાદી પછીની સૌથી વધુ બહુમતીથી ભાજપની સરકાર બને સી.આર. પાટીલ અને  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બધા જ રેકર્ડ તુટે તેવી રીતે કામ કરવા તેમણે કાર્યકરોને હાકલ કરી હતી.

READ ALSO :

Related posts

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ભેજાબાજ / ઇન્ટરનેશનલ કોલ ટ્રાન્સફર કરી ભારત સરકારને ચોપાડ્યો લાખો રૂપિયાનો ચૂનો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરકડ

Zainul Ansari

પોરબંદર / 18 પાકિસ્તાની માછીમારોને કોર્ટમાં કરાયા રજૂ, પોલીસને 10 દિવસની મળી રિમાંડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!