ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું રવિવારે સમાપન થયું. બેઠકના અંતિમ દિવસે સમાપન ભાષણમાં પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના પદાધિકારીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. અને પાર્ટી માટે અજેય ભારત. અટલ ભાજપાનો નવો નારો આપ્યો.
બીજી તરફ ભાજપ અધ્યક્ષે કહ્યું હતુ કે 2019માં ભાજપ ફરી જીતશે અને આગામી 50 વર્ષ સુધી તેને કોઇ હરાવી શકશે નહીં.. કાર્યકારિણીની બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજીને પીએમ મોદી અને અમિત શાહના ભાષણની મુખ્ય વાતોને રજૂ કરી.
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी की उपस्थिति में भारतीय जनता पार्टी की राष्ट्रीय कार्यकारिणी बैठक के समापन सत्र में सभी सदस्यों को संबोधित किया। pic.twitter.com/sW0wMtX6or
— Amit Shah (@AmitShah) September 9, 2018