GSTV
Home » News » અમિત શાહની રાજકીય કારકિર્દીનું A TO Z, સરખેજ વિધાનસભાથી ગૃહમંત્રી સુધીની સફર

અમિત શાહની રાજકીય કારકિર્દીનું A TO Z, સરખેજ વિધાનસભાથી ગૃહમંત્રી સુધીની સફર

અમિત શાહ- 22 ઓક્ટોબર 1964માં જન્મેલી આ વ્યક્તિને સ્વપ્નેય કલ્પના નહીં હોય કે તેઓ ભાજપમાં સર્વેસર્વા બની રહેશે અને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ત્રીજાસ્થાને પદ મેળવશે. નરેન્દ્ર મોદીએ તેમના 30 વર્ષ જૂના મિત્ર અમિત શાહને તેમની કેબિનેટમાં જગ્યા આપી છે. મોદીએ જ અમિત શાહને પાર્ટીના રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ બનાવ્યા હતા અને મોદીએ જ અમિત શાહને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપ્યું છે. હવે તેમને કેન્દ્રમાં ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

અમિત શાહ અમદાવાદના સરખેજ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રથમવાર 1997ના બાય ઇલેક્શનમાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ તેઓ 1998, 2002 અને 2007માં વિધાનસભાના સભ્ય રહ્યાં છે. શરૂઆતથી જ તેઓ નરેન્દ્ર મોદીના સાથીદાર રહ્યાં છે. ડિલીમિટેશન પછી તેમણે તેમનો મતવિસ્તાર બદલીને નારણપુરા કર્યો હતો અને તેઓ 2012માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. પાર્ટીએ અમિત શાહને રાજ્યસભના સભ્ય પણ બનાવ્યા હતા.

અમિત શાહને 2014માં લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમણે ઉત્તરપ્રદેશની ચૂંટણીના પ્રચારની કમાન સંભાળી હતી. તેમના નેતૃત્વમાં ભાજપે 80 માંથી 73 બેઠકોમાં જીત હાંસલ કરી હતી જે ભાજપને ભૂતકાળમાં ક્યારેય મળી નથી. આ પરિણામ સ્વરૂપે પાર્ટીએ તેમને જૂન 2014માં રાષ્ટ્રીય પ્રમુખ પદે બેસાડ્યા છે. તેમના નેતૃત્વમાં એક તબક્કે પાર્ટીએ દેશના 19 રાજ્યોમાં સત્તા મેળવી હતી. અમિત શાહની પોલિટીકલ કેરિયર સંઘ પરિવારથી શરૂ થઇ છે.

1983માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા હતા, ત્યારબાદ તેઓએ 1986માં ભાજપ જોઇન્ટ કર્યું હતું. ભારતીય યુવા મોરચાના તેઓ સભ્ય રહી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદીના મિશન કોંગ્રેસ મુક્ત ગુજરાતમાં અમિત શાહનું સૌથી મોટું પ્રદાન છે. અમિત શાહ પોલિટીક્સ ઉપરાંત સહકારી ક્ષેત્રે પણ નિષ્ણાંત છે. ગુજરાતમાં ધીમે ધીમે બઘી સહકારી સંસ્થાઓ તેમણે કબજે કરી લીધી હતી.

અમિત શાહની સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે તેઓ 2007ની ચૂંટણીમાં સરખેજ મતવિસ્તારમાંથી 1.58 લાખ મતોની સરસાઇથી જીત્યા હતા જે ગુજરાતના તમામ કેન્ડિડેટમાં વિક્રમ હતો. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે અમિત શાહ ગૃહ સહિતના બાર પોર્ટફોલિયો સંભાળતા હતા. પોલીસ એન્કાઉન્ટરના કેસોમાં અમિત શાહને કેન્દ્રની યુપીએ સરકારે ફસાવી દીધા હતા તે તેમનો સૌથી મોટો સેડબેક હતો, પરંતુ તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે બમણી તાકાત સાથે કોંગ્રેસને નામશેષ કરવામાં અગ્ર રહ્યાં છે.

તેઓ 9મી જુલાઇ 2014માં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભારે પછડાટ મળી હતી તેવા સમયે મોદીએ અમિત શાહને ગુજરાત મોકલીને સત્તામાં રહી શકાય તેટલી બેઠકો જીતાડવાની જવાબદારી સોંપી હતી. અમિત શાહ જો ગુજરાત ન આવ્યા હોત તો ભાજપના સ્થાને અત્યારે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હોત.

amit shah Sitamarhi

મોદીએ ખુદ અમિત શાહને કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણી સુધી તમે પાર્ટીના સંગઠનનું કામ કરજો, ત્યારપછી સરકારમાં સામેલ થઇ જશો. આખરે એવું જ થયું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી છે. લોકસભાની ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર મતવિસ્તારમાંથી 5.58 લાખ મતોની સરસાઇ સાથે વિજય હાંસલ કર્યો છે. હવે અમિત શાહ કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયા છે. મોદી શાસનના પાંચ વર્ષ પછી અમિત શાહ મોદીની બીજી ઇંનિગ્સમાં કેબિનેટ મંત્રીનો રોલ કરશે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું પણ આપશે.

READ ALSO

Related posts

દેવાનાં ડુંગર તળે દબાયું એર ઇન્ડિયા, 6 એરપોર્ટ પર ઇંધણનું સપ્લાય રોકી દેવાયું

Riyaz Parmar

પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

Mansi Patel

ગુજરાતના આ વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!