ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર અર્થે વડોદરામાં હતા. વડોદરામાં તેમણે એક રોડ-શોમાં ભાગ લીધો હતો. જો કે આ રોડ-શો અધવચ્ચેથી જ અધૂરો મૂકીને અમિત શાહ અમદાવાદ દોડી ગયા હતા. માહિતી મુજબ 7 વાગ્યે અમદાવાદમાં ગૃહપ્રધાન અમિત શાહની જનસભા હતી, પણ પોણા સાત વાગ્યા સુધી તેઓ વડોદરામાં જ હતા. ત્યારબાદ તેઓ તાબડતોબ ત્યાંથી અમદાવાદ જવા માટે નીકળ્યાં હતા. જો કે અમદાવાદની સભામાં પણ તેઓ નિર્ધારિત સમાય કરતા થોડા મોડા પહોંચ્યા હતા.
આજે વડોદરાના પ્રતાપનગર રોડ પર અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી ગૃહમંત્રી અમિત શાહનો રોડ-શો હતો. પ્રતાપનગર રોડથી અમિત શાહનો રોડ-શો શરૂ થયો હતો. જોકે રોડ-શો પૂરો થાય તે પહેલા માંડવી ગેટ ખાતે અધવચ્ચેથી જ તેઓ રોડ-શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા.
READ ALSO
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા