GSTV
Home » News » શાહનો રોડ શો : માથે પાઘડી, પડખે રાજનાથ અને જીતનો આત્મવિશ્વાસ

શાહનો રોડ શો : માથે પાઘડી, પડખે રાજનાથ અને જીતનો આત્મવિશ્વાસ

amit shah gandhinagar

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠકથી લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારી પત્ર ભર્યુ છે.જોકે આ ઉમેદવારી પત્ર ભર્યુ છે.અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમદાવાદ-ગાંધીનમગરમાં મેગા રોડ શો કર્યો હતો..જેમાં કેન્દ્રીય પ્રધાનોથી માંડીને ભાજપના સેંકડો કાર્યકરો જોડાયા હતા.

જૈનમુનિના લીધા આશિર્વાદ

અમિત શાહ ભવ્ય રોડ શો અને દિવસભરના કાર્યક્રમમાં વ્યસ્ત થાય તે પહેલા તેઓ પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા.ખાસ કરીને અમિત શાહે પોતાની પૌત્રીને ઉપાડીને રમાડી હતી. ગાલ પર ચુંબન કર્યુ હતુ. તો સાથે જ તેમના નિવાસસ્થાને જૈન મુનિ ડૉ. રાજેન્દ્ર વિજય ગનીએ પહોંચીને આશીર્વાદ આપ્યા.

સરદારને પુષ્પાંજલી અર્પણ કરી

અમિત શાહે સાડા ચાર કિલોમીટરના રોડ શો પહેલા નારણપુરામાં તેઓએ સરદારના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને શિશ ઝુકાવ્યુ હતું.

એનડીએનું શક્તિપ્રદર્શન

રોડ શો પહેલા યોજાયેલી ભાજપની સભામાં કેન્દ્રીય પ્રધાનો-એનડીએના સાથી પક્ષો ઉત્સાહથી જોડાયા અને શાહની કામગીરીના વખાણ કર્યા હતા.રાજનાથે તો તેમને અડવાણીના ઉત્તારધિકારી પણ કહી દીધા..તો ઉધ્ધવ ઠાકરેએ દિલ મળ્યા હોવાથી સાથે હોવાનો દાવો કર્યો

ભાજપ કાઢો તો શૂન્ય

જનસંકલ્પ સભામાં અમિત શાહે ગાંધીનગર બેઠકથી ચૂંટણીઓ લડી ચુકેલા વાજપેયી અને અડવાણીને યાદ કર્યા હતા.તો સાથે જ પોતાની જૂની યાદો વાગોળતા કહ્યુ કે મારા જીવનમાંથી ભાજપ કાઢી નાખો શૂન્ય રહી જાય છે.

ભવ્ય રોડ શો

અમિત શાહના શક્તિ પ્રદર્શન સમાન રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો..ઠેર-ઠેર તેમનુ સ્વાગત થતા રોડ શો અભૂતપૂર્વ બની ગયો

માથે પાઘડી

રોડ શો માટેના રથ પર સવાર થતા પહેલા અમિત શાહને સીએમ રૂપાણીએ પાઘડી પહેરાવવામાં આવી હતી..અને સમગ્ર રોડ શો દરમિયાન તેઓ પાઘડી સાથે જ જોવા મળ્યા

પડખે રાજનાથ

સરકારમાં મોદી બાદ બીજા ક્રમનું સ્થાન ધરાવતા ગૃહપ્રધાન રાજનાથ સિંહ સમગ્ર બે કલાકના રોડ શો દરમિયાન શાહની બાજુમાં જ જોવા મળ્યા.તેમણે પણ શાહની જેમા પાઘડી પહેરી હતી.

પુષ્પવર્ષાથી આવકાર

રોડ શો દરમિયાન અમિત શાહ તરફ ચારે તરફથી પુષ્પવર્ષા થતી જોવા મળી હતી..ઠેર ઠેર તેમના પર પુષ્પ વર્ષા કરતા દરમિયાન તેઓ પણ લોકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા.

મતદારો પર પુષ્પવર્ષા

રોડ શો દરમિયાન અમિત શાહ અને તેમની સાથે રહેલા સીએમ રૂપાણી સહિતના ભાજપના નેતાઓ પણ કાર્યકરો પર પુષ્પ અને ફુલની માળા નાખીને લોકોને આવકારતા જોવા મળ્યા.

જીતનો આત્મવિશ્વાસ

અમિત શાહે શક્તિ પ્રદર્શન સમાન રોડ શો દરમિયાન સૌ પ્રથમ જીએસટીવી સાથે વાત કરી હતી..જ્યાં તેમણે ગુજરાતની 26 એ 26 સીટો ભાજપ જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો.

વિશાળ જનમેદની

અમિત શાહના રોડ શોનો ભવ્યાતિ ભવ્ય બનાવવામાં ભાજપે કોઈ કચાશ બાકી રાખી ન હતી. શહેરના સ્થાનિકો પાર્ટી કાર્યકરો, ગાંધીનગરના કાર્યકરોના રોડ શોમાં જમાવડાથી હૈયે હૈયુ દળાય તેવી ભીડ જોવા મળી.

40 ડિગ્રી તાપમાન

માર્ચ મહિનાના અંતમાં શહેરમાં ઘોમધખતા ગરમીની શરૂઆત થઈ છે. જેની અસર અમિત શાહના રોડ શો દરમિયાન પણ જોવા મળી હતી. લોકો ઠંડા પાણી અને માથે ટોપી પહેરીને ગરમી કે લૂથી બચતા જોવા મળ્યા પરંતુ 40 ડિગ્રીમાં પણ કાર્યકરોનો ઉત્સાહ ડગ્યો ન હતો.

આદિવાસી નૃત્ય

અમિત શાહના રોડ શો દરમિયાન રાજ્યના વિવિધ સાંસ્કૃતિક કલ્ચરની ઝાંખી જોવા મળી હતી ખાસ કરીને તેમાં આદિવાસી નૃત્ય અને ઢોલ ડાન્સનું સૌ કોઈમાં આકર્ષણ જોવા મળ્યું.

રાસ ગરબા

શાહના શક્તિ પ્રદર્શન સમાન રોડ શોમાં પણ કાર્યકરોમાં ઉત્સાહ જમાવવા ખેલૈયાઓ ગરબે રમતા જોવા મલ્યા..પરંપરાગત પહેરવેશ સાથે ખેલૈયાઓએ ધોમ ધખતા તાપમાં ગરબાની ધુમ મચાવી.

કેરાલા નૃત્ય

ગુજરાતમાં વિવિધ પ્રાંતના લોકોનો વસવાસ છે. ત્યારે શાહના રોડ શો સમયે કેરલા નૃત્ય પણ સૌ કોઈમા આકર્ષણનું કેન્દ્ર બન્યું.

READ ALSO

Related posts

રઘુવીર માર્કેટ આગની ઝપેટમાં : 8 કલાક છતાં નથી બંધ થઈ સુરતની આ બેકાબૂ આગ

Karan

કેજરીવાલ સામે BJP-કોંગ્રેસનું રીતસરનું સરેન્ડર : કદાવર નેતાઓ લડવા નથી તૈયાર, ઉતાર્યા અજાણ્યા ચહેરાઓ

Mansi Patel

દેવાદાર પાકિસ્તાન અમેરિકાને પડ્યું ઘૂંટણિયે, આજની બેઠક ઈમરાન સરકારનું ભવિષ્ય નક્કી કરશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!