GSTV
Home » News » અમિત શાહ આજે અમદાવાદમાં, શક્તિ પ્રદર્શન સાથે ભરશે ઉમેદવારી પત્ર, અહીં નજર કરો દિવસભરના કાર્યક્રમ પર

અમિત શાહ આજે અમદાવાદમાં, શક્તિ પ્રદર્શન સાથે ભરશે ઉમેદવારી પત્ર, અહીં નજર કરો દિવસભરના કાર્યક્રમ પર

amitshah

ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવાના છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદના ઘાટલોડિયાથી ચાર કિલોમીટરનો ભવ્ય રોડ શો કરીને ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા પહોંચવાના છે.અમિત શાહના રોડ શો દરમિયાન ઠેર-ઠેર તેમના સ્વાગત માટે સ્ટેજ પણ ઉભા કરવામાં આવ્યા છે.

આ રોડ શોમાં કેન્દ્રિયી પ્રધાન રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના નેતાઓ સામેલ થવાના છે. તો ગુજરાતના તમામ વરિષ્ઠ નેતાઓ પણ રોડ શોમાં સામેલ થશે. અમિત શાહના રોડ શો દરમિયાન એનડીએ સામેલ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. અમિત શાહ ગઈકાલ રાતે જ અમદાવાદ આવી પહોંચ્યા છે અને આજે ભવ્ય રોડ શો કરીને વિજય મૂહૂર્તમાં ગાંધીનગર બેઠકથી ભાજપના મેન્ડેટ પર ઉમેદવારી પત્ર ભરાવશે.

અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા તેઓ અમદાવાદના સરદાર પટેલ સ્ટેચ્યૂથી લઇને ઘાટલોડિયા સુધી રોડ શો આયોજીત કરશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર કલેકટર કચેરી ખાતે પહોંચીને ઉમેદવારી પત્ર ભરશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ બેઠક કરવાના છે. તેઓ ગાંધીનગરના લોકસભાના મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. અમદાવાદના એસજી હાઈવે પર મધ્યસ્થ કાર્યાલયમાં યોજાનારી બેઠકમાં ગાંધીનગર લોકસભામાં આવતી તમામ વિધાનસભાના ધારાસભ્યો પણ હાજર રહેશે.

ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ગાંધીનગરથી ઉમેદવારી પત્ર શકિત પ્રદર્શન રૂપી રોડ શો પર નજર કરીએ તો.

  • ૧૦.૪૦ સરદાર પટેલ સ્ટેચ્યૂ
  • ૧૦.૪૫ હોટેલ ડી.આર.એચ
  • ૧૧.૦૦ મહેતા સ્વીટ માર્ટ
  • ૧૧.૨૦ નારણપુરા ક્રોસ રોડ
  • ૧૧.૨૫ પ્રિન્સ ભાજીપાઉં
  • ૧૧.૩૦ કામેશ્વર મંદિર
  • ૧૧.૩૫ અંકુર ક્રોસ રોડ
  • ૧૧.૪૦ જી.એસ.સી બેંક
  • ૧૧.૪૫ શ્રીજી ડેરી, ટેલીફોન એક્સચેન્જ રોડ
  • ૧૧.૫૫ સત્ય ટાવર-૨
  • ૧૨.૦૦ જગદીશ વાસણ ભંડાર
  • ૧૨.૦૫ પ્રભાત ચોક
  • ૧૨.૧૫ સમર્પણ ટાવર
  • ૧૨.૨૦ સનટ્રેક ભાજીપાઉ
  • ૧૨.૩૦ સરદાર ચોક
  • ૧૨.૩૫ ગાંધીનગર જવા રવાના
  • ૧.૦૦ ગાંધીનગર આગમન
  • ૧.૧૫ ગાંધીનગર કાર્યકરો દ્વારા સ્વાગત
  • ૧.૨૦ કલેકટર ઓફિસ ખાતે આગમન

Read Also

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!