GSTV

તતડાવી નાખ્યા/ મોદીના આકરા તેવર જોતાં બહુ જલદી કેટલાક મંત્રીઓની છુટ્ટી થશે કે ખાતા બદલાઈ જશે

Last Updated on June 24, 2021 by Pritesh Mehta

મોદીએ બુધવારની કેબિનેટની બેઠકમાં ઘણા મંત્રીઓને તતડાવી નાંખ્યા હોવાના અને કેટલાક મંત્રીઓને તેમની કામગીરીમાં સુધારો કરવાની ફાઈનલ વોર્નિંગ આપી હોવાના અહેવાલ છે. કોરોના કાળમાં સાવ નિષ્ક્રિય રહેલા મંત્રીઓ પર મોદી વધારે બગડયા હતા. ત્રણેક કલાક ચાલેલી બેઠકમાં મંત્રીઓનાં રીપોર્ટ કાર્ડ જ છવાયેલાં રહ્યાં હતાં.

મોદી

મોદી છેલ્લા એક અઠવાડિયાથી અમિત શાહ, જે.પી. નડ્ડા, રાજનાથસિંહ સહિતના દિગ્ગજો સાથે મંત્રીઓની કામગીરીના મૂલ્યાંકનમાં લાગેલા હતા. કોરોના કાળમાં સરકારના માથે બરાબર માછલાં ધોવાતાં મોદીએ મંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન શરૂ કર્યું છે. સૂત્રોનો દાવો છે કે, મોદીની કોર ટીમ દ્વારા સરકારના અડધોઅડધ મંત્રીઓની કામગીરી અત્યંત નબળી હોવાનો રીપોર્ટ અપાયો છે.

રાજનાથ

કોર ટીમના રીપોર્ટ કાર્ડના આધારે મોદીએ મંત્રીઓને કરેલા સવાલોના મોટા ભાગના મંત્રીઓ જવાબ નહોતા આપી શક્યા. મોદીએ તમામ મંત્રીઓને સંગઠન સાથે સંકલન કરીને લોકોની વચ્ચે જવા પણ ફરમાન કર્યું છે. મોદીના આકરા તેવર જોતાં બહુ જલદી કેટલાક મંત્રીઓની છુટ્ટી કરી દેવાશે અને ઘણાંનાં ખાતાં બદલી દેવાશે એવું સૂત્રોનું માનવું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana

હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!