GSTV

ભાજપનું બંગાળ બાદ તામિલનાડુ છે ટાર્ગેટ, અમિત શાહનો આ છે માસ્ટરપ્લાન

Last Updated on November 21, 2020 by Pravin Makwana

કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના તામિલનાડુના પ્રવાસે છે અને આજે તેઓ ચેન્નાઈ પહોંચી ચુક્યા છે. અમિત શાહ પોતાની મુલાકાત દરમિયાન ઘણા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. સાથે સાથે તામિલનાડુ ભાજપના નેતાઓ તેમજ કાર્યકરો સાથે તથા સહયોગી પાર્ટી એઆઈડીએમકેના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરવાના છે.

રાજ્યમાં આગામી મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે રીતે પણ અમિત શાહનો તામિલનાડુ પ્રવાસ મહત્વનો મનાઈ રહ્યો છે એમ પણ અમિત શાહ જે રાજ્યની મુલાકાત લેતા હોય છે ત્યાં હલચલ મચતી હોય છે. અમિત શાહ ચેન્નાઈ પ્રવાસ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિના પુત્ર અને ડીએમકે અધ્યક્ષ સ્ટાલિનના મોટા ભાઈ એમ અલગિરિ સાથે મુલાકાત કરશે. અલગિરિ ડીએમકે સાથે છેડો ફાડી ચુક્યા છે અને પોતાની પાર્ટી બનાવી ચુક્યા છે. આ સંજોગોમાં અમિત શાહ સાથેની મુલાકાત મહત્વની મનાઈ રહ્યુ છે. શક્ય છે કે, ચૂંટણી માટે ભાજપ અલગિરિની પાર્ટી સાથે જોડાણ પણ કરે.

દરમિયાન અલગિરિના નજીકના મનાતા કે પી રામલિંગમ શનિવારે ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. તેમણે પાછું ભાજપમાં જોડાતાની સાથે જાહેરાત કરી હતી કે, અલગિરિ મારા નજીકના દોસ્ત છે અને તેમને પણ ભાજપમાં લાવવા માટે હું પ્રયાસ કરીશ.

આમ તો ભાજપનુ એઆઈડીએમકે સાથે ગઠબંધન છે જ. હાલમાં તામિલનાડુમાં પણ એઆઈડીએમકેનુ શાસન છે પણ જયલલિતાના નિધન બાદ બંને પાર્ટીઓ વચ્ચે દૂરી વધી છે. એઆઈડીએમકેના નેતાઓને ત્યાં પડેલા દરોડોમાં પણ ભાજપનો હાથ હોવાનુ મનાય છે. આ સંજોગોમાં ભાજપ અલગિરિ સ્વરુપે બીજા વિકલ્પ પર પણ વિચારણા કરી શકે છે.

અમિત શાહ મુખ્યમંત્રી પલાની સ્વામી સાથે તેમજ ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. તેઓ ચેન્નાઈ મેટ્રો પરિયોજનાના ત્રીજા તબક્કા સહિતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ તેમજ ઉદઘાટન કરવાના છે.

READ ALSO

Related posts

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!