GSTV
Home » News » 80 કરોડનાં ખર્ચે બનશે નિષાદરાજ કેવટની ભવ્ય પ્રતિમાં,અમિત શાહનું મોટું નિવેદન

80 કરોડનાં ખર્ચે બનશે નિષાદરાજ કેવટની ભવ્ય પ્રતિમાં,અમિત શાહનું મોટું નિવેદન

ચૂંટણીના બાકીના રહેલા બે તબક્કામાં રાજ્યનાં નિષાદ (કેવટ) સમુદાયને આકર્ષવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે યુપી સરકાર પ્રયાગરાજ જિલ્લાનાં શ્રીગવેરપુરમાં નિષાદરાજની એક ભવ્ય પ્રતિમા બનાવામાં આવશે.

બલરામપુર, સિદ્ધાર્થનગર, સંતકબીરનગર અને સુલતાનપુરમાં આયોજીત રેલીયોમાં શાહે કહ્યું કે જે જગ્યા પર કેવટે ભગવાન શ્રી રામનાં પગ ધોવામાં આવ્યા હતા, ત્યાં યોગી આદિત્યનાથ સરકાર નિષાદરાજની 80 ફિટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરશે. જ્યારે લગભગ 80 કરોડનાં ખર્ચે બનાવવાની નિષાદરાજની ભવ્ય પ્રતિમા શ્રીગવેરપુરમાં સ્થાપિત કરવામાં આવશે.

શ્રીંગવેરપુર પ્રયાગરાજથી 45 કિલોમીટર દૂર લખનૌ માર્ગ પર સ્થિત છે. સ્થાનિક નાગરિકોનાં અનુસાર આ તે જગ્યા છે જ્યાં ભગવાન રામે દેવી સીતા અને લક્ષ્મણ સાથે ગંગા નદી પાર કરી હતી. એવું કહેવાય છે કે નાવિકો એ તેમને ગંગા નદી પાર કરવા માટે ઇનકાર કર્યો હતો, તે સમયે નિષાદરાજ પોતે ત્યાં આવ્યા અને આ બાબતનો ઉકેલ લાવતા તેમણે ભગવાન રામને તેમના પગ ધોવા માટે મંજૂરી માંગી હતી. ભાજપના નેતાઓ અનુસાર સમગ્ર રાજ્યમાં કેવટ સમાજ લગભગ 13 ટકા છે. જ્યાં સુધી સંસદીય બેઠકનો સવાલ છે ત્યારે આ સમુદાય અને તેમની પેટા જ્ઞાતિ 80 બેઠકો આશરે 20 ટકા મતદાતાઓને અસર કરી શકે છે.

કેટલાક મતવિસ્તારો જ્યાં કેવટ અને માછીમારોનો પ્રભુત્વ વધારે છે. જેમાં ફિરોઝાબાદ, બદાયુ, શાહજહાંપુર,કૈરાના, મછલીશહર અને જૌનપુરની બેઠક છે. જ્યારે ગાજીપુર,ફુલપુર,જાલૌન,ફતેહપુર,ઉન્નાવ, ગોરખપુર,બલિયા અને દેવરીયામાં નિષાદ સમુદાયનો ખાસ્સો પ્રભાવ છે.

READ ALSO

Related posts

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!