GSTV
Gujarat Government Advertisement

ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થતા અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ, દેશને મળ્યા પ્રામાણિક પ્રધાનમંત્રી

Last Updated on May 26, 2018 by Mayur

કેન્દ્રમાં ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફર્નસ સંબોધી ભાજપ સરકારની કામગીરીના વખાણ કર્યા હતા, અમિત શાહે જણાવ્યુ કે, ભાજપે દેશને એક પ્રામાણિક પ્રધાન મંત્રી આપવાનું કામ કર્યુ છે. ભાજપની સરકારના કારણે દેશની રાજનીતિમાં મોટો ફેરફાર આવ્યો છે. છેલ્લા 60  વર્ષમાં પરિવારવાદની રાજનીતિની જે બોલબાલા હતી તેના પર નરેન્દ્ર મોદી સરકારે પૂર્ણ વિરામ મુકાવ્યું છે.

એક જમાનામાં કરોડોના કૌભાંડની હેડલાઈન બનતી હતી. જે આજે વિકાસના નામે બની રહી છે. સરકારે પ્રજાના હિત માટે અનેક નિર્ણય લીધા છે. ભાજપ સરકારે સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કર્યું છે.

દેશના 70 ટકા ભૂ ભાગ પર એનડીએની સરકાર છે. દેશની જનતાએ નરેન્દ્ર મોદી સરકારના વિકાસ કાર્યો પર મ્હોર લગાવી છે. દેશના તમામ ગામડાંઓમાં વીજળી પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. સરાકારે 1 કરોડ લોકોને આવાસ આપવાનું લક્ષ્ય રાખ્યુ છે.

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!