GSTV
Home » News » ABVPના નેતાથી લઈને આજે ભાજપના ‘ચાણક્ય’ સુધી આવી છે અમિત શાહની રાજનૈતિક સફર

ABVPના નેતાથી લઈને આજે ભાજપના ‘ચાણક્ય’ સુધી આવી છે અમિત શાહની રાજનૈતિક સફર

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ બેઠક કરવાના છે. તેઓ ગાંધીનગરના લોકસભાના મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. અમદાવાદના એસજી હાઈવે પર મધ્યસ્થ કાર્યાલયમાં યોજાનારી બેઠકમાં ગાંધીનગર લોકસભામાં આવતી તમામ વિધાનસભાના ધારાસભ્યો પણ હાજર રહેશે.

એબીવીપીના નેતા તરીકે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆતક કરનાર અમિત શાહની રાજનૈતિક સફર ભવ્ય રહી છે તેમનો જન્મ ૨૨ ઓક્ટોબર, ૧૯૬૪ના રોજ મુંબઇમાં થયો હતો. ગાંધીનગરનું માણસા ગામ અમિત શાહનું પૈતૃક ગામ છે.

અમદાવાદની સી.યુ.શાહ કોલેજમાંથી તેમણે બી.એસસી.ની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત આ રીતે કરી હતી…

 • ૧૯૮૩ એબીવીપીના નેતા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત
 • ૧૯૮૬ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
 • ૧૯૮૭ ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચા સાથે જોડાયા
 • ૧૯૯૧ લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં અડવાણી માટે પ્રચારની જવાબદારી સંભાળી
 • ૧૯૯૬ લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં વાજપેયી માટે પણ પ્રચારની જવાબદારી સંભાળી
 • ૧૯૯૭ સરખેજ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
 • ૧૯૯૮ સરખેજ વિધાનસભા બેઠક પર બીજી વખત વિજયી બન્યા
 • ૧૯૯૮ ભાજપને સહકારી બેંકો, દૂધની ડેરીઓ, એપીએમસીમાં વિજય અપાવવામાં મુખ્ય ફાળો
 • ૧૯૯૯ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના પ્રમુખ ચૂંટાયા
 • ૨૦૦૨ સરખેજ વિધાનસભા બેઠક પર સતત ત્રીજી વખત જીત મેળવી
 • ૨૦૦૭ સરખેજ વિધાનસભા બેઠક પર સતત ચોથી વખત ચૂંટણી જીત્યા
 • ૨૦૦૯ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બન્યા
 • ૨૦૧૨ નારણપુરા વિધાનસભા બેઠક પરથી બન્યા વિજયી
 • ૨૦૧૭ રાજ્યસભાના સાંસદ બન્યા

 • ૨૦૦૩ થી ૨૦૧૦ દરમ્યાન ગુજરાતના ગૃહપ્રધાન તરીકે જવાબદારી સંભાળી
 • ૨૦૧૪માં ઉત્તર પ્રદેશ ભાજપના ઇન્ચાર્જ તરીકે સંભાળી જવાબદારી
 • યુપીની ૮૦ પૈકી ૭૩ બેઠકો પર એનડીએને અભૂતપૂર્વ જીત અપાવી
 • ૯ જુલાઇ, ૨૦૧૪ના રોજ પ્રથમ વખત ભાજપના અધ્યક્ષ બન્યા
 • ૨૦૧૬માં બીજી વખત ભાજપના અધ્યક્ષ તરીકે વરણી
 • ૨૦૧૪ બાદ યોજાયેલી ૨૨ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૈકી ૧૪ રાજ્યોમાં વિજય
 • પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપને પ્રથમ વખત જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા
 • ૧૦ કરોડથી વધુ કાર્યકરો સાથે ભાજપને દુનિયાની સૌથી મોટી પાર્ટી બનાવી

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી માટે આજે અમિત શાહ ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના છે. ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવાના છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદના ઘાટલોડિયાથી ચાર કિલોમીટરનો ભવ્ય રોડ શો કરીને ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા પહોંચવાના છે.

અમિત શાહના રોડ શો દરમિયાન ઠેર-ઠેર તેમના સ્વાગત માટે સ્ટેજ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ રોડ શોમાં કેન્દ્રિયી પ્રધાન રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના નેતાઓ સામેલ થવાના છે. તો ગુજરાતના તમામ વરિષ્ઠ નેતાઓ પણ રોડ શોમાં સામેલ થશે.

અમિત શાહના રોડ શો દરમિયાન એનડીએ સામેલ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. અમિત શાહ ગઈકાલ રાતે જ અમદાવાદ આવી પહોંચ્યા છે અને આજે ભવ્ય રોડ શો કરીને વિજય મૂહૂર્તમાં ગાંધીનગર બેઠકથી ભાજપના મેન્ડેટ પર ઉમેદવારી પત્ર ભરાવશે.

Read Also

Related posts

‘કર-નાટક’માં નવો વળાંક: સ્પીકર સામે કુમારસ્વામી કરગર્યા, મને ગવર્નરનાં લવ લેટરથી બચાવો

Riyaz Parmar

વડોદરામાં પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે યોગી આદીત્યનાથનું પોસ્ટર સળગાવી કોંગ્રેસનો વિરોધ

Kaushik Bavishi

અપાચે અટેક હેલીકોપ્ટરની રાહ થઈ પુરી, આ મહિનાનાં અંતમાં હિંડન એરબેસ પર પહોંચશે પહેલી ખેપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!