GSTV
Home » News » આજથી 3 દિવસ ગુજરાતમાં જામશે ચૂંટણીનો રંગ: આજે શાહ, કાલે રાહુલ અને 17 તારીખે પીએમ મોદી

આજથી 3 દિવસ ગુજરાતમાં જામશે ચૂંટણીનો રંગ: આજે શાહ, કાલે રાહુલ અને 17 તારીખે પીએમ મોદી

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં પણ ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ લોકો વચ્ચે જઈને સભાઓ ગજવી રહ્યાં છે. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રામનવમીનાં પર્વથી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં રોડ- શો અને ગ્રુપ બેઠકો યોજવાના છે. તો આવતી કાલે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. એના બીજા જ દિવસે એટલે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાઓ ગજવશે.

અમિત શાહનો કાર્યક્રમ

આજે અમિત શાહ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. અમિત શાહ સવારે 9 કલાકે સાબરમતી વિધાનસભાથી પ્રચાર શરૂ કર્યો હતો. રાણીપ, સાબરમતી, ડિ – કેબીન વોર્ડના ચેરમેન સેક્રેટરી સાથે બેઠક કરી હતી. 10 કલાકે ચાંદલોડિયા વોર્ડના ચેરમેન સેક્રેટરી સાથે બેઠક , 11 કલાકે ઘાટલોડિયા વિધાનસભામાં બેઠક કરી હતી. ત્યાર બાદ ગોતા વોર્ડના ચેરમેન સેક્રેટરીઓ સાથે શાહની બેઠક થશે. બપોરે 1.30 કલાકે નારણપુરા વિધાનસભામાં બેઠક, અહીં તેમની નારણપુરા વોર્ડના ચેરમેન સેક્રેટરીઓ સાથે બેઠક યોજાશે.

બપોરે 2.30 કલાકે નવાવાડજ, સ્ટેડીયમ વોર્ડ સાથે બેઠક કરશે. સાંજે 5થી 7 કલોલ વિધાનસભામાં બેઠક કરશે. રાત્રે 8.30 કલાકે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં બેઠક થશે. ગાંધીનગર તાલુકાના 12 ગામોના આગેવાનો સાથે બેઠક યોજાશે. રાત્રે 9.30 કલાકે ગાંધીનગરના મુખ્ય કાર્યકર્તાઓને મળશે.

રાહુલ-પ્રિયંકાના ગુજરાતમાં ધામા

અમિત શાહ બાદ બીજા દિવસે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ લોકસભા મતક્ષેત્રોમાં સભાઓ સંબોધશે. તેમની સાથે તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયકાં ગાંધી પણ જોડાશે. તેઓ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાતમાં તેઓ ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 15 એપ્રિલને સોમવારે સવારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ એક જ દિવસમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. ત્યારબાદ 18 એપ્રિલે કેશોદ અથવા પોરબંદરમાં કોંગ્રેસની પ્રચાર સભાઓ યોજશે. તે પછી 20મી એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં જાહેરસભા કરશે તેમ કોંગ્રેસના આંતરિક સૂત્રો કહી રહ્યા છે.

NARENDRA-MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 17 એપ્રિલની બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી 2.30 કલાકે સાબરકાંઠા લોકસભા માટે હિંમતનગરમાં ભાજપની જાહેરસભા સંબોધશે. ત્યાંથી સાંજે 4 કલાકે સુરેન્દ્રનગરમાં અને સાંજે 7 વાગ્યે આણંદમાં પ્રચાર કરશે. રાત્રે ગાંધીનગર રાજભવનમાં રોકાણ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપના આગેવાનો સાથે રાજ્યની 26 બેઠકો ઉપર ભાજપની સ્થિતિ અંગે સમિક્ષા પણ યોજશે. બીજા દિવસ ગુરુવારે 18 એપ્રિલની સવારે વડાપ્રધાન અમરેલીમાં ચૂંટણી સભા સંબોધશે.

આ છે ભાજપનાં સ્ટાર પ્રચારકો

પીએમ મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહનાં ઘર એવા ગુજરાતમાં હાર ભાળી ગયેલી ભાજપે સમગ્ર 26 સીટો પર ફરી કબ્જો જમાવવા માટે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની ફૌજ ઉતારી છે. કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ, સ્મૃતિ ઈરાની ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સભાઓ સંબોધશે.

READ ALSO

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!