કર્ણાટકની બે દિવસની મુલાકાતે ગયેલા અમિત શાહ સામે ભાજપના નેતાઓએ ફરિયાદો પર ફરિયાદો કરતાં અકળાઈને શાહે તેમને તતડાવી નાંખ્યા હોવાના અહેવાલ છે. શાહે પક્ષના સીનિયર નેતાઓનો પણ ઉધડો લઈ નાંખ્યો હતો. શાહે સ્પષ્ટ સૂચના પણ આપી કે, બધી સમસ્યાઓ લઈને મારી પાસે કે દિલ્હી દોડયા ના આવો, સ્થાનિક સ્તરે જ સમસ્યાઓ ઉકેલવાની આદત પાડો.

બેલગાવીમાં રેલી પછી શાહ સાથેની બેઠકમાં અભય પાટિલ સહિતના ધારાસભ્યોએ જૂથબંધી સહિતના સ્થાનિક મુદ્દા ઉઠાવતાં શાહ બગડયા હતા. શાહે પ્રદેશ પ્રમુખ નલિન કુમાર કાતિલને પણ તતડાવીને સવાલ કર્યો હતો કે, ભાજપની પ્રદેશ કોર કમિટીમાં આ મુદ્દાની ચર્ચા કરીને ઉકેલ નથી લવાતો કે ધારાસભ્યોએ મારી પાસે આવવું પડે છે ?
ભાજપનાં સૂત્રોના મતે, શાહ મુખ્યમંત્રી યેદુરપ્પાથી બહુ ખુશ નથી. શાહ યેદુરપ્પાને સ્થાને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષને મુખ્યમંત્રી બનાવવા માગે છે પણ મોદી તૈયાર નથી. આ કારણે નડ્ડા યેદુરપ્પા વિરોધી કોઈ પણ રજૂઆત સાંભળતા જ નથી તેની હતાશા શાહે વ્યક્ત કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ભાજપની વિજયકૂચ યથાવત/ આ નગરપાલિકામાં તમામ બેઠકો પર કેસરિયો, CR પાટીલના ગઢમાં કોંગ્રેસના સૂપસાફ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ જિલ્લા પંચાયતના ટ્રેન્ડમાં ભાજપની ક્લિન સ્વિપ, 31માંથી 30માં ભાજપનો ભગવો, કોંગ્રેસ કારમા પરાજય તરફ
- LIVE: 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં, ધાનાણી અને ભરતસિંહના ગઢમાં ગાબડા
- નગર પાલિકા રિઝલ્ટ/ 12 વાગ્યા સુધીના પરિણામમાં કમળ ખીલ્યુ, કોંગ્રેસના વળતા પાણી
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ 687 બેઠકો તો કોંગ્રેસ 237 બેઠકોમાં છે આગળ, 70 ટકા સીટો પર ભાજપ વિન રેસમાં