GSTV

મિશન કાશ્મીર/ કલમ 370 નાબૂદ થયા બાદ અમિત શાહ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, આતંકના ખાતમા માટે ચાણક્યનો આ છે માસ્ટર પ્લાન

અમિત

Last Updated on October 23, 2021 by Bansari

Amit Shah Kashmir Visit: ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 દિવસ જમ્મુ-કાશ્મીરમાં રહેશે. કલમ 370 નાબૂદ થયા બાદ શાહનો આ પ્રથમ કાશ્મીર પ્રવાસ છે. શાહની મુલાકાતનો ઉદ્દેશ રાજ્યના વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો કહેવામાં આવી રહ્યો છે, પરંતુ તેમની મુલાકાત જે સંજોગોમાં થઈ રહી છે તેને જોતા તેમની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવે છે.

પાકિસ્તાનને સંદેશ આપવાનો પ્રયાસ!

શાહનો પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ઘાટીમાં આતંકવાદીઓ પ્રવાસી મજૂરો અને લઘુમતી હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આતંકી હુમલા બાદ લોકોમાં ડર પણ વધી ગયો છે. ઘણા પ્રવાસી મજૂરો અને લઘુમતીઓ પણ હિંદુ ઘાટી છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહની મુલાકાત લઘુમતીઓમાં વિશ્વાસ જગાડી શકે છે. આવી સ્થિતિમાં, શાહની મુલાકાત દ્વારા, પાકિસ્તાનને સંદેશ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવશે કે તે ગમે તેટલો આતંક ફેલાવે, ભારત તેના લોકોની હિંમતને ડગમગવા દેશે નહીં.

અમિત

પોતાની ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન શાહ આતંકવાદીઓના નિશાના પર આવીને પોતાના પ્રિયજનો ગુમાવનારા પીડિતોના પરિવારોને પણ મળશે. શાહ કાશ્મીરી પંડિતો માખન લાલ બિંદુ, સુપિન્દર કૌર અને 7 ઓક્ટોબરે શહીદ થયેલા 25 વર્ષના SI અહમદ મીરના પરિવારજનોને મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહ પહેલા તેમના ઘરે જઈને તેમને મળવા માંગતા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર એજન્સીઓએ આવું ન કરવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, શાહની મુલાકાત એવા સમયે પણ થઈ રહી છે જ્યારે પીઓકેમાં પાકિસ્તાનનો વિરોધ વધી રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને આર્મી ચીફ કમર જાવેદ બાજવા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં શાહની મુલાકાતને આતંક પર આખરી વારની તૈયારી સાથે પણ જોડવામાં આવી રહી છે.

રાજભવનમાં મોટી બેઠક કરશે શાહ

અમિત શાહ શનિવારે શ્રીનગર એરપોર્ટ પર ઉતરશે. ત્યાં શારજાહ-શ્રીનગરની પ્રથમ ફ્લાઈટનો શુભારંભ કરશે અને ત્યાર બાદ અહીંથી સીધા રાજભવન જશે. શાહ રાજભવનમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, RAW ચીફ સામંત કુમાર ગોયલ, જમ્મુ -કાશ્મીર પોલીસ DGP દિલબાગ સિંહ, IB ચીફ અરવિંદ કુમાર, CRPF અને NIA DGP કુલદીપ સિંહ, NSG DGP એમએ ગણપતિ, BSF DGP પંકજ સિંહ અને સેનાના કમાન્ડર હાજરી આપશે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર બંનેના આઈજી પણ હાજર રહેશે. આ બેઠકમાં આતંક સામેની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.

અમિત

સઘન સુરક્ષા વ્યવસ્થા…

શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં દરેક ખૂણે સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે અને મુસાફરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. SKICC સેન્ટર શ્રીનગરના પ્રખ્યાત દાલ લેકના કિનારે બનેલ છે. શાહ તેમનો મોટાભાગનો સમય અહીં વિતાવશે. અહીં સુરક્ષા માટે CRPF એ પોતાની ખાસ ટીમ દાલ લેકમાં ઉતારી છે. શ્રીનગર ડીઆઈજી સુજીત કે. સિંહે કહ્યું કે બ્લેક કેટ કમાન્ડો અને ક્યૂઆર ટીમ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને ડ્રોન ગ્રીડમાં વહેંચવામાં આવ્યો છે અને સીસીટીવી દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે આખા શહેરમાં પહેલીવાર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે જે દૂરથી પણ મારી શકે છે.

શાહના એજન્ડામાં બીજું શું છે?

શાહની મુલાકાતને વિકાસકાર્યોની સમીક્ષાના બહાને અટકેલી રાજકીય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહ પહેલા જમ્મુ-કાશ્મીરમાં સર્વપક્ષીય બેઠક પણ યોજવાના હતા, પરંતુ કાશ્મીરના રાજકીય પક્ષોના ઇનકાર બાદ આ યોજના મોકૂફ રાખવામાં આવી હતી. અમિત શાહ 24 ઓક્ટોબરે જમ્મુની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ એક રેલીને સંબોધિત કરશે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!