GSTV
Gujarat Government Advertisement

અમીત શાહ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છેઃ NPRએ NRCનું પહેલું પગથિયું: ઓવૈસી

Last Updated on December 26, 2019 by Mayur

મજલીસ એ ઇત્તેહાદુલ મુસલેમિન (એમઆઇએમ)ના સાંસદ અસદદુદ્દીન ઓવૈસી એ કહ્યું હતું કે દેશમાં નાગરિક નોંધણીને લાગુ કરવાનો અર્થ એ થયો કે તેઓ એનઆરસી તરફ આગળ વધી રહ્યા છે.  ઓવૈસીએ કહ્યું હતું કે’ તેઓ નાગરિક અધિનીયમ ૧૯૫૫ હેઠળ એનપીઆર કરવા જઇ રહ્યા છે તો શું એ એનઆરસી સાથે જોડાયેલું નથી? કેન્દ્રના ગૃહ મંત્રી શાહ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે સંસદમાં મારૂં નામ લીધું હતું અને કહ્યું હતું કે ઓવૈસીજી આખા દેશમાં એનઆરસી લાગુ કરશે. અમીત શાહ, જ્યાં સુધી સૂર્ય પૂર્વમાંથી નીકળતો રહેશે ત્યાં સુધી અમે બોલતા રહીશું.

અમે સાચું બોલીએ છીએ. એનઆરસી માટે પ્રથમ પગલું છે એનપીઆર.

ઓવૈસીએ કહ્યું હતું કે જ્યારે ૨૦૨૦માં એનપીઆર પુરો થશે તો અધિકારીઓ દસ્તાવેજોની માંગણી કરશે. અંતે એનઆરસી લાગુ કરાશે. ઓવૈસીએ કહ્યું હતું કે અમીત શાહે કહ્યું હતું કે એનપીઆરને એનસીઆર સાથે કંઇ જ લેવા દેવા નથી. ત્યાર પછી ઓવૈસી પર હુમલો કરતાં શાહે કહ્યું હતું કે ઓવૈસીજી, મને તમારા વલણ પર જરાય અફસોસ કે આશ્ચર્ય નથી. અમે જ્યારે કહીએ કે સૂર્ય પૂર્વમાંથી નીકળે છે તો તમે કહેશો ના પશ્ચિમમાંથી નીકળે છે. પરંતુ હું ઓવૈસીને આશ્વાસન આપવા ઇચ્છું છું કે  એનપીઆર એ એનઆરસીથી તદ્દન અલગ છે.ગૃહ મંત્રીએ કહ્યું હતું કે બંને વચ્ચે ભારે અંતર છે. એનપીઆર એ જનસંખ્યા રજીસ્ટેર્શન છે ,જયારે એનસીઆર નાગરિકો માટે છે. દરેક વ્યક્તિ પાસેથી દસ્તાવેજો માંગવામંમાં આવશે. જો કોઇ માહિતી નહીં હોય તો જરાય ાવંધો નહી આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!