GSTV

આ નેતાને આવ્યું અમિત શાહનું તેડુ, નાણા મંત્રાલય માટે સૌથી ઉપર માનવામાં આવી રહ્યું છે નામ

Last Updated on May 30, 2019 by Alap Ramani

આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેશે. એ વચ્ચે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ક્યા નેતાઓનો સમાવેશ કરવામાં આવશે તેની પણ ગુફ્તેગુ થઈ રહી છે. થોડા સમય પહેલા જ નરેન્દ્ર મોદીની કેબિનેટ માટે પાક્કા મનાઈ રહેલા કેટલાક નેતાઓને ફોન કોલ્સ આવ્યા છે. આ વચ્ચે પીયુષ ગોયલને પણ ફોન બાદ અમિત શાહનું તેડુ આવ્યું છે. જેથી બીજેપી અધ્યક્ષ અમિત શાહને મળવા માટે પીયુષ ગોયલ પહોંચ્યા છે.

મોદી કેબિનેટમાં પીયુષ ગોયલે અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણા મંત્રાલય સંભાળ્યું હતું. અને ચૂંટણી પહેલાનું બજેટ પણ પીયુષ ગોયલે જ જાહેર કર્યું હતું. જેથી માનવામાં આવી રહ્યું છે કે, પીયુષ ગોયલને નાણા મંત્રાલય આપી શકે છે. જો કે આ વચ્ચે અમિત શાહ અને રાજનાથ સિંહનું નામ પણ નાણા મંત્રાલયના પદ માટે ચગી રહ્યું છે. આ વચ્ચે પીયુષ ગોયલ અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે.

ક્યા નેતાઓને આવ્યા ફોન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં ઘણા મહત્વના ફેરબદલ થવાના સંકેત મળ્યા છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા સાથે પાર્ટી અને સરકારના છ સૌથી મહત્વના પદોની કમાન કોના હાથમાં સોંપાશે તેની પર સૌની નજર છે. અરૂણ જેટલીએ નાદુરસ્ત તબીયતનું કારણ આપીને પોતે પ્રધાનપદની રેસમાંથી બહાર આવી ગયા છે. તો સુષમા સ્વરાજ પણ ખરાબ સ્વાસ્થ્યને કારણે ચૂંટણી લડ્યા ન હતા.

ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય અને લોકસભા સ્પીકરની જવાદારી કોને સોંપાશે તે સૌથી મોટો સવાલ છે. થોડી વારમાં નરેન્દ્ર મોદીની કેબિનેટની તસવીર સાફ થઈ જશે. સંભવિત મંત્રીઓમાં અત્યાર સુધીમાં અર્જૂન મેઘવાલ, રામદાસ અઠાવલે, મુખ્તાર અબ્બાસ નકવી, પીયુષ ગોયલ, રવિશંકર પ્રસાદને ફોન કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતના પુરષોત્તમ રૂપાલાને પણ ફોન કરવામાં આવ્યો છે. જેઓ કદાચ મંત્રીપદના શપથ લઈ શકે છે.

ક્યા નેતાને ગયા PMO તરફથી ફોન

  • કિરન રિજ્જુ
  • ગુજરાતમાંથી બે મોટા નેતાઓમાં પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને ફોન આવ્યો
  • બારમેડના સાંસદ કૈલાશ ચૌધરી
  • AIADMKના રવિન્દ્રન, બીજેપીના રાવ ઈન્દ્રજીત અને હરસિમત કૌરને પણ ફોન કોલ આવ્યો છે
  • પીએમઓથી મુખ્તાર અબ્બાસ નક્વીને પણ ફોન કોલ આવ્યો છે
  • આ સાથે જ ગત્ત ટર્મના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદને પણ ફોન કોલ આવ્યો છે
  • અનુપ્રિયા પટેલ
  • બિહારથી સાંસદ નિત્યાનંદ રાય અને થાવર ચંદ ગેહલોત
  • નીતિન ગડકરી અને આરસીપી સિંહ
  • સંજીવ બલિયાન

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!