GSTV
Home » News » કારભાર સંભાળતા પહેલા અમિત શાહે કરી પૂર્વ ગૃહ પ્રધાન સાથે મુલાકાત

કારભાર સંભાળતા પહેલા અમિત શાહે કરી પૂર્વ ગૃહ પ્રધાન સાથે મુલાકાત

ગૃહ મંત્રાલયનો કારભાર સંભાળતા પહેલા અમિત શાહે પૂર્વ ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી. અમિત શાહે રાજનાથસિંહ સાથે ૨૦ મિનીટ સુધી તેમની સાથે  બેઠક કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને નેતા વચ્ચે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. આ પહેલાની સરકારમાં રાજનાથસિંહ ગૃહ પ્રધાન હતા. અને નવી સરકારમાં તેઓ સંરક્ષણ પ્રધાન બન્યા છે.

દેશના સૌથી શક્તિશાળી બીજા નંબરના નેતા અમિત શાહ

દેશના ગૃહ પ્રધાન તરીકે ગાંધીનગરથી ભાજપના સાંસદ અમિત શાહે ચાર્જ સંભાળ્યો. આ સાથે અમિત શાહ પીએમ મોદી બાદ દેશના સૌથી શક્તિશાળી બીજા નંબરના નેતા બન્યા. મોદી શાહની જોડી હવે  ગુજરાતની જેમ દિલ્હીમાં પણ જોવા મળી છે.  નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે અમિત શાહ ગુજરાતના ગૃહ પ્રધાન હતા.

ત્યારે હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને અમિત શાહ ગૃહ પ્રધાન બન્યા છે. નવ વર્ષ બાદ ગુજરાતની ફોર્મુલા કેન્દ્રમાં જોવા મળી છે.  અમિત શાહે ગૃહ પ્રધાન બનતા હવે ભાજપના અધ્યક્ષની દોડમાં પૂર્વ સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડા સૌથી મોખરે છે.  નવી સરકારમાં અમિત શાહને ગૃહ પ્રધાન અને રાજનાથસિંહને સંરક્ષણ પ્રધાનનું ખાતુ મળ્યુ છે.

Read Also

Related posts

જુનાગઢ: ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન સફળ, કોંગ્રેસનાં ઉમેદવારે ભાજપનો ભગવો ધારણ કર્યો

Riyaz Parmar

video : એસટી બસના ડ્રાઈવરને લુખ્ખા તત્વોએ માર્યો ઢોર માર, સરકારી કર્મચારીઓ પણ અસુરક્ષિત

Path Shah

કાંકરિયાની ડિસ્કવરી રાઈડનો FSLનો રિપોર્ટ ચોંકાવનારો, દુર્ઘટના આ કારણે જ ઘટી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!