GSTV
Home » News » અયોધ્યામાં જરૂરથી બનશે રામ મંદિર : અમિત શાહ

અયોધ્યામાં જરૂરથી બનશે રામ મંદિર : અમિત શાહ

લખનઉની મુલાકાતે ગયેલા અમિત શાહે વધુ એક વખત અયોધ્યામાં રામ મંદિર જરૂર બનશે તેમ કહ્યું છે. અમિત શાહ ત્રણ દિવસ સુધી યુપીમાં રહ્યા છે. ત્રીજા દિવસે પત્રકાર પરિષદ સંબોધતા કેન્દ્ર અને રાજ્ય સરકારના કામો પર પ્રતિક્રિયા આપી હતી.

અમિત શાહે પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે રામ મંદિર જરૂરથી બનશે. આ સાથે જ આગામી લોકસભામાં એનડીએ 400 બેઠક સાથે પ્રચંડ બહુમતી મેળવશે તેમ પણ કહ્યું હતું.

અમિત શાહે કેન્દ્રની સરકારના વખાણ કરતા દેશમાં નિર્ણય લેનારી સરકાર હોવાનું કહ્યું હતું. તેઓએ ક્રોસ બોર્ડર ટ્રેડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે લોકો તમામ પક્ષો સાથે આ મુદ્દા પર વાતચીત બાદ નિર્ણય કરીશું. તેઓએ બિહારમાં જેડીયુ-ભાજપ ગઠબંધન વાળી સરકાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કોઈ પાર્ટીને તોડી નથી. બિહારમાં નીતિશ કુમારે સામેથી રાજીનામુ આપ્યું છે.

અમિત શાહે પત્રકાર પરિષદ દરમિયાન મોદી સરકારના વખાણ કર્યા હતા. તેમજ 3 વર્ષમાં દેશ બદલી નાખ્યો તેમ કહ્યું હતું. તેઓએ નોટબંધી અને સર્જીકલ સ્ટ્રાઈલને સૌથી મોટી સફળતા ગણાવી હતી. તેમણે કહ્યું કે નોટબંધીના માધ્યમથી જે રૂપિયા ઘરમાં હતા. તે અર્થ વ્યવસ્થામાં આવ્યા છે.

અમિત શાહે કહ્યું કે અમારી સરકારે કાળા નાણા સામે પણ કડક પગલા ભર્યા છે. આ સિવાય તેઓએ સર્જિકલ સ્ટ્રાઈકથી દુનિયામાં ભારતની શાન વધી હોવાનું પણ કહ્યું હતું.

Related posts

અયોધ્યા બાદ સુપ્રીમ કોર્ટ આ બે મોટા કેસમાં આપશે ચુકાદો, આવતી કાલે થશે સબરીમાલા અને રાફેલનો ફેંસલો

Bansari

ખેડૂતો આનંદો, રૂપાણી સરકારે જાહેર કર્યું 700 કરોડનું સહાય પેકેજ

Mansi Patel

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કેજરીવાલ સરકારે શરૂ કરેલી ઓડ-ઇવને ભારે કરી : મામલો સુપ્રીમમાં પહોંચ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!