GSTV

ત્યાં તો લાઈન લાગી છે લાઈન પણ અમારી પાસે નરેન્દ્ર મોદી નામની ચટ્ટાન છે : અમિત શાહ

કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં વિપક્ષના શક્તિ પ્રદર્શન બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે મમતા દીદીના ગઢમાં હુંકાર ભરી છે. અને મમતા સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. તેઓએ બંગાળને કંગાળ કરવાનું કામ મમતા બેનર્જીએ કર્યુ છે. તેમણે બ્રિગેડ પરેડમાં આયોજિત મમતા દીદીની રેલીમાં દેશભરના 22 પાર્ટીઓના નેતાઓ સામેલ થયા. દેશ બચાવો, મોદી ભગાવોના નારા લગાવ્યા. પરંતુ કોઈને ભારત માતા કી જય બોલ્યુ ન હતુ.

અમિત શાહે મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, લોકતંત્રની હત્યા કરનારી, બીજેપીને રથયાત્રા કરવાથી રોકનારી તૃણમુલ કોંગ્રેસ સરકાર સત્તામાંથી જશે. અમિત શાહે કહ્યું કે, એક વાર મમતા સરકારને હટાવી કમળ ખીલાવશો તો કોઇએ સિંડિકેટ ટેક્સ નહી આપવો પડે. તેમણે કહ્યું કે બંગાળની કામચોર સરકારને ઉખાડીને ફેંકી દો, બીજેપીની સરકાર તમારી રક્ષા કરશે. તેમણએ કહ્યું કે બંગાળમાં અનેક ઉદ્યોગ બંધ પડ્યા છે પરંતુ બોમ્બ-બંદૂકની ફેક્ટ્રીઓ ધમધમી રહી છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, મમતા સરકાર ઘુસણખોરો સાથે પ્રેમ કરવા લાગી છે. અમે ઘુસણખોરોને બહાર નીકાળી દઈશું. શાહે વધુમાં કહ્યું કે, બંગાળથી કોઈ પણ હિન્દુ-શિખ શરણાર્થીઓને બહાર નહીં કાઢવામાં આવે તેમને નાગરિકત્તા આપવામાં આવશે. તેમણે ફરી મમતા પર નિશાન સાધતા કહ્યું, બંગાળમાં મમતા બેનર્જીએ દૂર્ગા વિસર્જનની અનુમતિ નથી આપી, અરે અહીં વિસર્જન નહીં કરીએ તો શું પાકિસ્તાનમાં જઈ કરીશું.

મહાગઠબંધન પર અમિત શાહે પ્રહાર કરતા કહ્યું હતું કે આ સ્વાર્થનું ગઠબંધન છે. તેમની રેલીમાં ભારત માતા કી જય કે વંદે માતરમના નારા નથી લાગતા. એ લોકો મોદીને હટાવવા માગે છે. પણ અમે ગરીબીને હટાવવા માગીએ છીએ. દેશના વિકાસ માટે ગઠબંધન નહીં ચાલે. માત્ર મોદીના આવવાથી જ દેશ આગળ ચાલશે. ગઠબંધનના નેતા ઈચ્છે છે કે દેશમાં મજબૂર સરકાર હોઈ, જેથી તેઓ ભ્રષ્ટાચાર કરી શકે. અમિત શાહે કહ્યું કે ગઠબંધનની રેલીમાં 23માંથી 9 પ્રધાનમંત્રી બનનારા હતા, ત્યાં તો લાઈન લાગી છે લાઈન. પરંતુ અમારી પાસે નરેન્દ્ર મોદી નામની ચટ્ટાન ઉભી છે.

Read Also

Related posts

બિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી જ શાળાઓ, સરકારે રજૂ કરી ગાઈડલાઈન

Dilip Patel

ભારત યાત્રા પહેલાં શું ટ્રંપનો થયો હતો કોરોના ટેસ્ટ? સંસદમાં વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Dilip Patel

રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજની ભાજપના જ ધારાસભ્યો પોલ ખોલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!