GSTV
Home » News » મમતાના ઘરમાં ગરજ્યા અમિત શાહ, 282થી વધુ સીટો સાથે મોદી બનશે ફરીથી PM

મમતાના ઘરમાં ગરજ્યા અમિત શાહ, 282થી વધુ સીટો સાથે મોદી બનશે ફરીથી PM

amit shah Sitamarhi

કોલકાતામાં ભારે હંગામા બાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહે રોડ શૉ કર્યો હતો. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલાં ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુકે, રોડ શૉમાં જે લાખો લોકો જોડાયા છે, તે મોદી જીના સમર્થનમાં અને મમતા દીદીનાં વિરોધમાં એકત્ર થયા છે. પોસ્ટર હટાવવાના સવાલમાં શાહે કહ્યુ હતુકે, અહીં મારા 7થી વધુ કાર્યકર્તાઓને મારી નાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ માટે આનાથી મોટી વેદના કઈ હોઈ શકે. મમતા દીદીને એવું લાગતુ હોય કે, તે હિંસા કરીને ભાજપને રોકી લેશે. તો જેટલી હિંસાની કિચડ ફેલાવશે. એટલુ જ શાનદાર કમળ ખીલશે.

રેલીમાં ભારે ભીડને જોતા શાહે કહ્યુ હતુકે, મમતાના વિરોધમાં આવેલાં લોકો ઈચ્છે છેકે અહી ફરીથી બંગાળી સંસ્કૃતિ રિસ્ટોર કરવા માંગે છે. ઘુસપેઠીઓ અહીંથી નીકળે અને બંગાળનાં કલ્ચરને ફરી જીવીત કરે.  સીઆરપીએફનાં યુનિફોર્મમાં બીજેપીના કાર્યકર્તાઓના આવ્યાના મમતાદીદીનાં આરોપ પર કહ્યુકે, દીદી વિચારે છેકે, જેવી રીતે બંગાળ સરકાર ચાલી રહી છે. તેમ જ ભારત સરકાર પણ ચાલી રહી છે. બંગાળની જનતા અને મમતાદીદીને આશ્વસ્ત કરવા માંગુ છુકે, 16 રાજ્યોમાં અમારી સરકાર છે. અમે ક્યારેય એવું કર્યુ નથી.

ચૂંટણીનાં 6 તબક્કા બાદ શાહે કહ્યુ હતુકે, અમે 282થી વધુ સીટો સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. મોદી જી એકવાર ફરીથી પ્રચંડ બહુમત સાથે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે.

READ ALSO

Related posts

વડોદરામાં કેસડોલની સહાય ન મળતા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કટેરી બહાર પુર પીડિતોના દેખાવો

Mansi Patel

‘દારૂ ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ મળે છે જેમ ભારતમાં બીફ…’અદનાન સામીની આ ટ્વિટથી મચ્યો હોબાળો

Bansari

ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ, પકડાશો તો થશે આટલો દંડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!