GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ગુજરાતમાં અમિત શાહનું અપહરણ, 50 લાખની ખંડણી આપી કરાયો છૂટકારો

ટ્રમ્પના આગમન પહેલાં ગુજરાત પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખી રહી છે. આ સમયે વાપીમાં એક બિઝનેસમેનનું અપહરણ થયું છે. જેના છુટકારા માટે 50 લાખ રૂપિયાની ખંડણી અપાઈ છે. પોલીસે આ કેસમાં તાત્કાલિક તપાસ હાથ ધરી અપહરણકારો સુધી પહોંચી ગઈ છે પણ ઘટેલી આ ઘટનાને પગલે દક્ષિણ ગુજરાતમાં વેપારીઓમાં હડકંપ મચી ગયો છે.

જીઆઈડીસી વિસ્તારમાંથી થયું હતું અપહરણ

આ કેસની વિગતો એવી છે કે વાપીમાં અપહરણ કરાયેલાં ઉદ્યોગપતિનો 50 લાખ રૂપિયાની ખંડણી આપીને છુટકારો થયો હતો. વાપીમાં 9 ફેબ્રુઆરીનાં રોજ અમિત શાહ નામના ઉદ્યોગપતિનું તેમની કારમાં કંપનીથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરાયું હતું. વાપીનાં જીઆઈડીસી વિસ્તારમાં બાઈક પર આવેલાં 6 જેટલા અપહરણકારોએ ઉદ્યોગપતિને જબરજસ્તી લઈ ગયા હતા. અપહરણકારોએ અમિત શાહને એક અવાવરૂ જગ્યાએ આટલા દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. અને અમિત શાહનાં છુટકારા માટે અપહરણકારોએ 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. તો ખંડણીનાં પૈસા આપ્યા બાદ અપહરણકારોએ અમિત શાહને છોડ્યા હતા. પોલીસે આ કેસમાં એક આઈસર ટેમ્પો અને 2 બાઈક જપ્ત કર્યા છે.

  • વાપીના અપહરણ કરાયેલા ઉદ્યોગપતિનો 50 લાખ રૂપિયાની ખંડણી આપી છુટકારો થયો
  • ગઇ 9 તારીખે થયું હતું ઉદ્યોગપતિનું અપહરણ
  • ઉદ્યોગપતિ અમિત શાહ કારમાં કંપનીથી ઘર તરફ જઈ રહ્યા હતા.
  • ઘરે જતા જીઆઈડીસી વિસ્તારમાં બાઈક પર આવેલા 6 અપહરણકારોએ કર્યું હતું અપહરણ
  • અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી રૂપિયા 50 લાખની ખંડણી વસુલી થયો હતો ઉદ્યોગપતિનો છુટકારો.
  • ગઇ કાલે નોધાઇ પોલીસ ફરિયાદ,વલસાડ પોલીસે ઉદ્યોગપતિના અપહરણનો ભેદ ઉકેલ્યો
  • અપહરણ કરનાર 6 આરોપીઓની કરી ધરપકડ
  • અપહરણમાં 10થી વધુ આરોપીઓ હતા સામેલ
  • પોલીસે ગુનામાં વપરાયેલ વાહનોમાં એક આઇસર ટેમ્પો, 2 બાઇકો જપ્ત કરી

ગણતરીના કલાકોમાં ઉકેલાયો ભેદ

ગઈકાલે વાપી પોલીસે આ મમાલે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પોલીસે અપહરણ કરનારા 6 આરોપીઓની ધરપકડ કરી હતી. અમિત શાહનાં અપહરણમાં 10થી વધારે આરોપીઓ સામેલ હતા. પોલીસે ગુનામાં વપરાયેલાં એક આઈસર ટેમ્પો અને સાથે જ બે બાઈકોને જપ્ત કર્યા હતા. પોલીસની આ કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે પણ આ કેસને પગલે વેપારીઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

READ ALSO

Related posts

મોદી સરકારનું અર્થતંત્ર વેન્ટિલેટર પર: હજુ ભયાનક ખરાબ સમય આવશે, વાંચો આ રિપોર્ટ

Ankita Trada

1 જૂનથી એલપીજી ગેસ સિલિન્ડરથી લઇને ફલાઈટ સુધી થશે આ ફેરફારો, સીધી પડશે તમારા ખિસ્સાંને અસર

Dilip Patel

તંત્રની લાલ આંખ: પાન-બીડીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી 65 લાખની કરચોરી ઝડપી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!