કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ જૂનાગઢની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ એપીએમસી ખાતે કિસાન ભવનનું લોકાર્પણ કર્યુ હતુ. અમિત શાહે અંદાજીત 8 કરોડના ખર્ચે તૈયાર થયેલ કિસાન ભવન, નવા શેડ, ખેડૂત કેન્ટીન, આરામ ગૃહનું લોકાર્પણ કર્યુ હતુ, તો સાથે જ સક્કરબાગમા ઓર્ગેનિક મોલનું ભૂમિ પૂજન કર્યુ હતુ.. સક્કરબાગ પાસે સૌરાષ્ટ્ર સિલિકેટ નામે જાણીતી જગ્યામાં 3764 ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું બનતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેત પેદાશનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે. આમ, પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળશે.લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન તેઓ પ્રાકૃતિક કૃષિ પર ભાર મુક્યો હતો.