GSTV

અમિત શાહે સુરક્ષા વ્યવસ્થા મુદ્દે યાજી ઉચ્ચસ્તરીય બેઠક, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળોના ઉચ્ચ અધિકારીઓ રહ્યા સામેલ

Last Updated on October 23, 2021 by GSTV Web Desk

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. ત્યારે તેમણે શ્રીનગર સ્થિત રાજભવન ખાતે સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળોના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

પાંચ ઓગષ્ટ 2019ના રોજ આર્ટિકલ-370 રદ્દ થયાના 25 મહિના બાદ અમિત શાહની જમ્મુ-કાશ્મીરનો પહેલો પ્રવાસ છે. કાશ્મીરમાં ગત કેટલાક દિવસોમાં થયેલા આતંકવાદી હુમલા અને બિન-નિવાસી કાશ્મીરીઓ પર હુમલા બાદ અમિત શાહનો આ પ્રવાસ સુરક્ષાની દ્રષ્ટીએ ઘણો જ મહત્વનો મનાઈ રહ્યો છે.

આઈબી, રૉ, સીઆરપીએફ, એનઆઈએના ચીફ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અને આતંકવાદ પર લગામ કસવા માટે અધિકારીઓ પોતાના સ્તર પર કરેલા બંદોબસ્ત અંગેની જાણકારી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમિત શાહના આગમનને લીધે આખું શ્રીનગર લોખંડી કિલ્લામાં તબદિલ થઈ ગયું હતું.

અમિત શાહની મુલાકાત પહેલા જ સીઆરપીએફ અને વીઆઈપી યુનિટે ધામા નાખ્યા હતા. જ્યાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં કમાન્ડો અને પોલીસના ત્રણ હજાર સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે.એસપીથી લઈ ડીએસપી રેંકના તમામ અધિકારીઓ આયોજન સ્થળ પર નિરીક્ષણ કર્યું. સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે આયોજન સ્થળને પોલીસ સુરક્ષાથી સજ્જડ સીલ કરી દેવામાં આવ્યું છે. અમિત શાહ ત્રણ દિવસના પ્રવાસમાં ઘણી મહત્વની બેઠકો કરશે.

Read Also

Related posts

ચિંતાની વાત / કોરોનાનો ભોગ બની રહ્યા છે નાના ભૂલકાઓ, ત્રીજી લહેરની પૂર્વઆગાહીઓ થઇ રહી છે સાચી

GSTV Web Desk

ઓનલાઇન પઝલ / સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સાથે આ પ્રશ્ન, જવાબ આપવામાં તમે પણ ખાઈ જશો થાપ

GSTV Web Desk

વધુ એક સંકટ / હવે ઓમિક્રોનમાંથી ઉદ્ભવ્યો વધુ એક નવો વેરિઅન્ટ, સ્વાસ્થ્ય એજન્સીએ આપ્યા તપાસના તપાસ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!