GSTV
Home » News » “અમિત શાહ કંઈ ભગવાન નથી, તેઓ આવી ભવિષ્યવાણી ન કરી શકે”

“અમિત શાહ કંઈ ભગવાન નથી, તેઓ આવી ભવિષ્યવાણી ન કરી શકે”

ભાજપ નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના ઘટક મિઝો નેશનલ ફ્રન્ટે ભાજપ અધ્યક્ષ અમિત શાહના આ નિવેદનને ફગાવી દીધુ છે કે તેમની પાર્ટી 2019ની ચૂંટણી જીતી તો 50 વર્ષ સુધી દેશ પર શાસન કરશે. જોકે, મિઝોરમમાં મુખ્ય વિપક્ષી પાર્ટીને વિશ્વાસ છે કે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અથવા સંપ્રગ જીત પ્રાપ્ત કરી શકશે નહીં. પૂર્વ મુખ્યપ્રધાન અને મિઝો નેશનલ ફ્રન્ટ પ્રમુખ જોરમથંગાએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ભાજપની હિંદુત્વની રાજનીતિને પગલે તેમની પાર્ટી ક્યારેય પણ રાજ્યમાં તેમની સાથે ગઠબંધન કરશે નહીં.

તેમણે કહ્યું, “મને શંકા છે, શાહ ભગવાન નથી. તેઓ રાજનીતિમાં કોઈ ભવિષ્યવાણી કરી શકતા નથી.” જોરમથંગાએ કહ્યું, “અમિત શાહ આ ભવિષ્યવાણી કરી શકે છે કે કોંગ્રેસ સત્તામં આવશે નહીં, પરંતુ 50 અથવા 100 વર્ષની ભવિષ્યવાણી કરવી થોડી વધારે છે.” ઉલ્લેખનીય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કડક મહેનતના કારણે પાર્ટી 2019ની ચૂંટણી લડશે અને ત્યારબાદ ભાજપને 50 વર્ષ સુધી સત્તામાંથી કોઈ હટાવી શકશે નહીં.

મિઝો નેશનલ ફ્રન્ટના ભાજપ સાથેના સંબંધ અંગે પૂછતા બે વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા જોરમથંગાએ કહ્યું કે વિચારધારા અને અન્ય વાતોને લઇને તેઓ સંપૂર્ણ રીતે ભાજપની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, “કારણકે અમે કિશ્ચન છીએ. તેઓ હિંદુત્વનો પ્રચાર કરવાનું ઈચ્છે છે. જ્યાં સુધી આ બાબતોની વાત છે તો અમે સાથે આવી શકીએ નહીં. અમારી વિચારધારા અલગ છે.” તેમણે કહ્યું, “જ્યાં સુધી દેશની વાત છે તો રાજગ સંપ્રગથી બહેતર છે, તેથી અમે કેન્દ્રમાં તેમની સાથે છીએ. પરંતુ વિચારધારાના મામલામાં અમે બિલકુલ અલગ છે. ભાજપ આ વાતને સારી રીતે જાણે છે.”

મિઝોરમમાં 28 નવેમ્બરે યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટે કોંગ્રેસ અને ભાજપની વિરુદ્ધ એકલા હાથે ચૂંટણી લડી છે. એમએનએફ અને કોંગ્રેસે 40-40 જ્યારે ભાજપે 39 બેઠકો પર પોતાનું નસીબ અજમાવ્યું છે. મિઝોરમમાં વર્ષ 2008થી કોંગ્રેસની સરકાર છે. 11 ડિસેમ્બરે મિઝોરમ ચૂંટણીના પરિણામ જાહેર થશે.

READ ALSO

Related posts

હળદરની ખેતી કરતા 100 ખેડૂતો મોદી સામે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્રક, સરકારથી આ કારણે છે નારાજ

Path Shah

વડાપ્રધાન મોદીએ ટવીંકલની એવી કઇ વાત કરી કે અક્ષયકુમાર કશું બોલી ન શકયો!

Riyaz Parmar

PM મોદીને મારા પરિવાર અંગે વાત કરવાની આદત પડી ગઈ છેઃ પ્રિયંકા ગાંધી

Path Shah