GSTV
Home » News » અમિત શાહે કોડિનારની સભામાં ભાજપનું 5 વર્ષનું રિપોર્ટકાર્ડ જાહેર કરી કર્યા પ્રહારો

અમિત શાહે કોડિનારની સભામાં ભાજપનું 5 વર્ષનું રિપોર્ટકાર્ડ જાહેર કરી કર્યા પ્રહારો

ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગીર સોમનાથના કોડિનારમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસે પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ એક ટોળુ છે. તેની પાસે નીતિ નિયમ કાંઈ નથી. અમિત શાહે મોદી સરકારનું પાંચ વર્ષનું રિપોર્ટ કાર્ડ આપતા કહ્યુ હતુ કે પાંચ વર્ષમાં કરોડો ગરીબોને અનેક લાભો આપ્યા છે.

ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનું કામ મોદી સરકારે કર્યુ હોવાની વાત પણ શાહે કહી હતી. સર્જીકલ સ્ટ્રાઈકને યાદ કરતા અમિત શાહે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યુ કે પાકિસ્તાન સામે પગલા લીધા બાદ કોંગ્રેસની ઓફિસમાં માતમ છવાયો હોય તેવો માહોલ હતો.

તો વળી ભાજપને આ બેઠક પર છે ડર

અમરેલીની બેઠક પર ભાજપના સાંસદ નારણ કાછડિયા વિરૂદ્ધ કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે મુકાબલો થવાનો છે. આ લોકસભા બેઠક પર મોદી મેજીક ના ચાલ્યો તો ભાજપના ઉમેદવાર ઘરભેગા થાય તેમ છે.અમરેલી બેઠક એ કોંગ્રેસનો ગઢ છે. સાત વખત કોંગ્રેસ અને પાંચ વખત ભાજપના ઉમેદવાર વિજયી થયા છે. લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાની સાત પૈકી પાંચ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો છે. 1989માં આ બેઠક જનતાદળને મળી હતી. પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના સાથી મનુભાઇ કોટડીયા ચૂંટાઇ આવ્યા હતા. આ વખતે અમરેલી બેઠક પર ભાજપે છેલ્લી બે ટર્મથી ચૂંટાઇ આવતા નારણ કાછડિયાને ત્રીજી ટર્મ માટે રીપીટ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર ગ્રાસરૂટના કાર્યકર

સત્તા વિરોધી મતદાનની દહેશતના કારણે ભાજપ પરેશાન છે. બીજી તરફ કોંગ્રેસે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગ્રાસરૂટના કાર્યકર છે. અમરેલીમાં લોકચાહના પણ ધરાવે છે. આ બેઠક પર 13 લાખ મતદારો છે જેમાં પાટીદારોનું પ્રભૂત્વ છે. અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે. ખેતી સાથે સંકળાયેલો તેલની મીલોનો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમે છે. પાટીદાર અનામત આંદોલન સમયે અમરેલી સૌથી વધુ સક્રિય રહ્યું હતું જેના કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વધુ નુકશાન થયું હતું.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો

2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો રહ્યો છે. આ વિસ્તારમાં પાક વીમો, સિંચાઇ માટે પાણી અને વીજળીની સમસ્યાઓ છે. ખેડૂતોમાં ભાજપ પ્રત્યે નારાજગી છે. પાટીદારો પણ ભાજપ પ્રત્યે નારાજ છે. ભારતીય જનતા પાર્ટીએ ભલે છેલ્લી બે ટર્મથી અમરેલી લોકસબા બેઠક પર વિજય મેળવ્યો હોય, આ વખતે ભાજપ માટે પરેશ ધાનાણી મુશ્કેલી સર્જી શકે છે. ગ્રામીણ મતદારો ભાજપથી નારાજ છે, જેની સીધી અસર અમરેલી બેઠક પર થઈ શકે છે. આ બેઠક પર મોદીનો કરિશ્મા ન ચાલ્યો તો ભાજપના ઉમેદવારની જીત કઠીન છે. અમરેલી બેઠક મેળવવા માટે ભાજપે તેના સ્ટાર પ્રચારકોની વધુમાં વધુ જનસભાઓ ગોઠવી છે. અમરેલીમાં જનસભા સંબોધવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યાં છે. બન્ને પાર્ટી માટે અમરેલીની લોકસભા બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની છે.

READ ALSO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar

અમદાવાદમાં 4 સ્થળે ITનાં દરોડ, 100 કરોડ કરતા વધુનાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

Riyaz Parmar