GSTV
Home » News » માદરે વતનમાં ગૃહ મંત્રી: અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત

માદરે વતનમાં ગૃહ મંત્રી: અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત

ગાંધીનગર લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા પછી અને દેશના ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમિત શાહ માદરે વતન પધારી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં જંંગી બહુમિતીથી પક્ષ અને એનડીએને જીત અપાવ્યા બાદ તેઓ પીએમ મોદી સાથે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યાર બાદ હવે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે.

બે દિવસ અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે

અમિત શાહ તારીખ 3 અને 4 જૂનના રોજ ગુજરાતમાં રહેશે. અમિત શાહ 3 જૂનના રોજ ઈન્કમ ટેક્સ ખાતે બનેલ બ્રિજનું ઉદ્ઘઘાટન કરશે. તથા 4 તારીખે ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાનાર છે. ત્યારે અમિત શાહ આ રથયાત્રામાં ભાગ લેનાર છે.

શું છે બ્રિજની વિશેષતા?

આ બ્રિજની વિશેષતાની વાત કરીએ તો, ઇન્કમટેક્ષ ખાતે તૈયાર થયેલો 805 મીટર લંબાઇ ધરાવતો આ બ્રિજ ગુજરાતનો સૌ પ્રથમ પ્રિસ્ટ્રેસ ટીયર કેપ સ્ટ્રક્ચરની અદ્યતન ટેકનોલોજી ધરાવતો બ્રિજ છે. ઉસ્માનપુરા બાજુ 4 હજાર ચોરસ મીટર જ્યારે આકાશવાણી તરફ 1 હજાર ચોરસ મીટર પાર્કિંગ વ્યવસ્થા તથા બ્રિજની નીચે મુસાફરો માટે અદ્યતન પે-એન્ડ યૂઝ ટોઈલેટ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ શરૂ થશે પછી ઈન્કમટેક્સ સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

બ્રિજનો અંદાજીત ખર્ચ કેટલો?

આ બ્રિજનો અંદાજિત ખર્ચ 58 કરોડ થયો છે. પરંપરા રહી છે કે, નગરનાં રાજા પહિંદવીધી કરાવે છે. ત્યારે હવે રાજ્યનાં મુખ્યમંત્રી આ પહિંદવીધી કરાવતા આવ્યા છે,ત્યારપછી આ રથયાત્રાની શરૂઆત થાય છે. જો કે આ વખતે પહિંદવીધી અમિતશાહ કરાવે તેવી શક્યતા છે. ત્યારે આ પરંપરા જળવાઈ રહેશે. અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે અને ત્યાર બાદ પહિંદ વિધિ કરશે.

રથયાત્રાની તડામાર તૈયારી

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી તેઓ આ વિધિમાં ભાગ લેતા. જો કે, પ્રોટોકોલને કારણે એમ ન કરી શકે. રથયાત્રાની તૈયારીઓની વાત કરીએ તો, અમદાવાદની રથયાત્રાની પૂર્વતૈયારી પૂરજોશમાં ચાલી રહી છે અને વિવિધ વિધિઓ થઈ રહી છે. આજ રોજ ભગવાનના જળાભિષેકની વિધિ યોજાઈ હતી જેમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

READ ALSO

Related posts

ચંદ્રયાન -2એ 2650 KM દૂરથી લીધો ચંદ્રનો પહેલો ફોટોગ્રાફ્, કંઈક આવો હતો નજારો

Path Shah

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે પીએમ મોદીની મુલાકાત, આતંકવાદ પર થશે વાત

Kaushik Bavishi

એમેઝોનના જંગલમાં 15 દિવસથી આગનો પ્રકોપ યથાવત, છેલ્લા આઠ મહિનામાં 73,000 વખત આગ લાગી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!