GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

PM મોદી કરતા પણ વધુ કમિટીમાં અમિત શાહ, નિર્મલા સીતારમન બન્યા ત્રીજા કદાવર નેતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 કેબિનેટ કમિટીઓની રચના કરી છે. જેમાં ખાસ એ છેકે, દરેક કમિટીમાં ગૃહ મંત્રી અમિત શાહને જગ્યા આપવામાં આવી છે. સરકારે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રોકાણ અને વિકાસ ઉપર અને બેરોજગારી સામે લડવા માટે રોજગાર અને કૌશલ વિકાસ પર કમીટીઓની રચના કરી દીધી છે.

ગુરૂવારે જે સમિતિઓની જાહેરાત કરાઈ તેમાં મંત્રીમંડળની નિયુક્ત સમિતી પણ સામેલ છે. જેની આગેવાની પ્રધાનમંત્રી સ્વયં કરશે. અને શાહ બીજા સદસ્ય તરીકે સામેલ થશે. સુરક્ષા માટે પણ રચના કરાઈ છે. જેમાં પ્રધાનમંત્રી મોદી સમિતિના અધ્યક્ષ રહેશે. અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને તેના સદસ્ય બનાવાયા.

કેબિનેટ કમિટી ઓન અકોમોડેશનમાં ગૃહમંત્રી અમિત શાહ, રોડ ટ્રાંસપોર્ટ હાઈવે મંત્રી નિતીન ગડકરી, નાણામંત્રી નિર્મલા સીતારામન અને રેલ મંત્રી પિયુષ ગોયલ, વિશેષ રીતે જીતેન્દ્ર સિંહ અને વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીને સામેલ કરાયા હતા.

કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, ડીવી સદાનંદ ગૌડ, નિર્મલા સીતારમન, નરેન્દ્ર સિંહ તોમર, રવિ શંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, ડૉ. એસ. જયશંકર, પીયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન પણ છે.

કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટ અફેર્સ કમિટીમાં અમિત શાહ, નિર્મલા સીતારમન, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, થાવરચંદ ગેહલોત, પ્રકાશ જાવડેકર અને પ્રહલાદ જોશીને સ્થાન મળ્યુ છે. કમિટીમાં વિશેષ રીતે અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરનને પણ સામેલ કરાયા છે.

આવી જ રીતે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમન, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, ડૉ. હર્ષવર્ધન, પિયૂષ ગોયલ, અરવિંદ સાવંત અને પ્રહલાદ જોશીને લેવામાં આવ્યા છે.

કેબિનેટ ઓન સિક્યોરિટીમાં પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમન અને વિદેશ મંત્રી એસ. જયશંકર છે. એવી જ રીકે કેબિનેટ કમિટી ઓન ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથમાં પીએમ મોદી સિવાય અમિત શાહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમન, અને પિયુષ ગોયલને સમાવવામાં આવ્યા છે.

કેબિનેટ કમિટી ઓન એમ્પોલોયમેન્ટ એન્ડ સ્કિલ ડેવલોપમેન્ટમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સિવાય અમિત શાહ, નિર્મલા સીતારમન, નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડે, સંતેષ કુમાર ગંગવાર અને હરદીપસિંહ પુરી, નિતિન ગડકરી, હરસિમરત કૌર બાદલ, સ્મૃતિ ઈરાની અને પ્રહલાદસિંહ પટેલનો સમાવેશ કરાયો છે. એના પરથી અનુમાન લગાવી શકાય છેકે, મોદી સરકાર તત્કાલ કાર્યવાહી કરીને જનતાને રાહત આપવાની ઈચ્છા રાખે છે.

READ ALSO

Related posts

બનાસકાંઠામાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, કાર આગળ ભાજપનો સીમ્બોલ લગાવી પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ

Nilesh Jethva

બદ્રીનાથમાં ચારધામ યાત્રાની તૈયારીઓ, કરાશે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન

Bansari

વિયતનામમાં 50 દિવસ બાદ ફૂટબોલની વાપસી, 30 હજાર દર્શકોની હાજરીમાં રમાઈ મેચ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!