અમિત શાહ આજે ગુજરાતમાં : રૂપાણી સાથે થશે મીટિંગ, અા છે કાર્યક્રમ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બપોરે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ ચાલી રહેલા ABVPના 64મા અધિવેશન ના સંદર્ભમાં તેઓ આવી રહ્યા છે. ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આ અધિવેશનમાં સમાપન સમારોહમાં આજે હાજર રહેશે. લોકસભાની ચૂંટણી પહેલાં અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાત માટે વધુ બેઠકો કરી શકે છે. આજે રૂપાણી સરકાર અને સંગઠનને લેશન અપાય તેવી સંભાવના છે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ વચ્ચે ભાજપ 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. આ માટે કપરાંચઢાણ હોવાથી ભાજપ સતત પ્રયત્નો કરી રહ્યું છે. ગત લોકસભામાં 26 બેઠકો જીતનાર ભાજપને આ લોકસભાની ચૂંટણીમાં પણ આ જ પ્રકારના પુનરાવર્તનની આશા છે.

લોકસભાની ચૂંટણીમાં ABVPના રોલની થશે ચર્ચા

અમિત શાહ બપોરે અમદાવાદમાં આવ્યા બાદ બપોરે 2 વાગ્યે ABVPના હોદ્દેદારો તથા ભાજપના નેતાઓ અને આગેવાનો સાથે ઇન્કમટેક્સ નજીક આવેલા દિનેશ હોલમાં બેઠક કરશે. આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં તેઓ ચર્ચા વિચારણા કરશે લોકસભાની ચૂંટણીમાં ABVPના અગ્રણીઓનો રોલ કેવો હોવો જોઈએ તેની પણ ચર્ચા વિચારણા થશે. આ મીટીંગ પૂર્ણ થયા બાદ તેઓ ગાંધીનગર જાય એવી શક્યતા છે.

ચૂંટણીમાં કઈ રીતે જીત મેળવી તેની વ્યૂહરચના પણ ઘડશે

અમિત શાહ આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવારે પરત દિલ્હી જવા રવાના થશે એ પહેલાં તેઓ લોકસભાની ચૂંટણી અને ગુજરાતમાં છેલ્લામાં છેલ્લી રાજકીય સ્થિતિ કેવી છે તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ સંગઠનના કેટલાક મોટા નેતાઓ સાથે પણ બેઠક કરી શકે છે. હાલમાં જસદણની પેટા ચૂંટણી પછી ગુજરાતમાં છેલ્લી રાજકીય પરિસ્થિતિ નો તાગ મેળવી લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે જીત મેળવી તેની વ્યૂહરચના પણ ઘડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter