GSTV

રોહિંગ્યા પર શાહનો ઓવૈસીને જવાબ: એક વાર લખીને આપો હું બહાર કાઢી મુકીશ

હૈદરાબાદ નિકાય ચૂંટણી જીતને તેલંગાણામાં રાજકીય બઢતી મેળવવાના પ્રયાસમાં ભાજપ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ રવિવારે એક રોડ શો કરીને ભાજપના સમર્થનમાં વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો. રોડ શો પહેલા અમિત શાહે ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા પણ કરી હતી. રોડ શો પછી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ હૈદરાબાદ નિકાય ચૂંટણીમાં બહુમત મેળવશે. તેમને જણાવ્યું કે હૈદરાબાદનો નવો મેયર ભાજપ માંથી બનશે.

શાહ

હૈદરાબાદમાં હશે ભાજપનો મેયર: શાહ

અમિત શાહે કહ્યું કે ભાજપને ભારે સમર્થન આપવા માટે હૈદરાબાદના લોકોનો ધન્યવાદ કરવા ઈચ્છું છું. હું રોડ શો પછી નિશ્ચિંન્ત છું કે આ વખતે ભાજપ પોતાની બેઠકો વધારવા અને પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે નહિ પરંતુ આ વખતે હૈદરાબાદમાં પોતાનો મેયર અમારી પાર્ટીનો હશે.

ટીઆરએસ અને મજલિસ પર સાધ્યું નિશાન

અમિત શાહે જણાવ્યું કે હૈદરાબાદમાં જે રીતે કોર્પોરેશન ટીઆરએસ અને મજલિસના નેતૃત્વમાં ચાલી રહયું છે તે હૈદરાબાદને વિશ્વનું આઇટી હબ બનવાની રાહમાં સૌથી મોટો પથ્થર છે.  વરસાદમાં શહેરમાં પાણી ભરાઈ જાય છે જેને લીધે લગભગ 60 લાખ જેટલા લોકોને હેરાનગતિ થાય છે. મજલિસના ઈશારે બિનઅધિકૃત બાંધકામ થાય છે. જેને કારણે પાણીની નિકાલ અટકે છે.

શાહે વ્યક્ત કર્યો વિશ્વાસ

અમિત શાહે જણાવ્યું કે હૈદરાબાદની જનતાને હું વિશ્વાસ અપાવું છું કે એક વાર ભાજપને તક આપી જુઓ, અમે તમામ ગેરકાયદે બાંધકામ હટાવીને પાણીના નિકાલને સુધારી દઇશુ. અમિત શાહે કહ્યું કે આઇટી સેક્ટરમાં રોકાણથી હૈદરાબાદને ઘણો ફાયદો થઇ રહ્યો છે. પીએમ મોદીએ યુવાનો માટે ઘણી તકો ઉભી કરી છે અને આ વિદેશી રોકાણકારો દ્વારા ભારતમાં લઇ રહેલા વિશ્વાસ પરથી જોઈ શકાય છે.

પીએમ મોદીના કર્યા વખાણ

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ ‘વર્ક ફ્રોમ હોમ’નો રસ્તો ખોલી દીધો છે. હૈદરાબાદમાં કામ કરતા આઇટી પ્રોફેશનલ્સને આ પગલાંને લીધે સૌથી વધુ ફાયદો થશે. અમિત શાહે ટીઆરએસ અને અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું કે કેસીઆર અને મજલિસએ 100 દિવસની યોજનાનું વચન આપ્યું હતું. જેનો હિસાબ હવે હૈદરાબાદની જનતા માંગી રહી છે. 5 વર્ષમાં કઈ પણ કર્યું હોય તો તે અહીંની જનતા સામે મૂકે. સીટીઝન ચાર્ટરનું વચન આપ્યું હતું તેનું શું કર્યું?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!