GSTV
Home » News » અમિત શાહને ગાંધીનગરથી ટીકિટ આપી ભાજપે એક કાંકરે ત્રણ પક્ષી માર્યા

અમિત શાહને ગાંધીનગરથી ટીકિટ આપી ભાજપે એક કાંકરે ત્રણ પક્ષી માર્યા

ગત તારીખ 21 માર્ચે ભાજપે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. કુલ 184 ઉમેદવારોની યાદીમાં ભાજપ પ્રમુખ શાહ અને પ્રધાનમંત્રી મોદીનાં નામનો પણ સમાવેશ કરાયો છે. જો કે પ્રથમ યાદીમાં ગુજરાતની 26 પૈકી એક બેઠક ગાંધીનગર લોકસભા સીટ માટે પણ ભાજપે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે.

મુખ્ય 3 કારણ

રાજકિય પંડિતોનાં જણાંવ્યા પ્રમાણે, VVIP ગાંધીનગર સીટ માટે અમિત શાહનું નામ જાહેર કરીને સત્તાધારી પાર્ટીએ એક કાંકરે બે નહિં પરંતુ ત્રણ પક્ષી માર્યા છે. પહેલું એ કે પાર્ટીએ રાષ્ટ્રીય નેતાને મેદાનમાં ઉતાર્યા છે,કારણ કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની 26 સીટો જીતવી છે. બીજું એ કે, આડવાણીને હટાવીને પાર્ટીએ બીજી કેડર માટે રસ્તો સાફ કર્યો છે. તેમજ ત્રીજું અને મુખ્ય કારણ એ કે ગુજરાતનાં સાંસદને કેન્દ્ર સરકારમાં ગૃહપ્રધાન પદ આપવાની મુરાદ છે.   

કોંગ્રેસ-ભાજપ વચ્ચે દિલચસ્પ રહ્યો આ મુકાબલો

મહત્વનું છે કે ભાજપનાં શીર્ષ નેતાઓ અને ફિલ્મી સિતારાઓ ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી ચુક્યા છે.હવે આ સીટ અમિત શાહને આપવામાં આવી છે.અગાઉ પણ ભાજપે પોતાનાં રાષ્ટ્રીય નેતાઓને આ સીટ પરથી ઉતાર્યા છે. 1967માં ગાંધીનગર સીટ અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ લોકસભાચૂંટણીમાં કોંગ્રેસે સોમચંદ સોલંકીને મેદાનમાં ઉતાર્યા હતા,અને તેઓ જીતી ગયા હતા. 1989 સુધી આ સીટ કોંગ્રેસનો બેલ્ટ ગણવામાં આવતી હતી. જો કે  1989માં ભાજપનાં પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ જીત હાંસલ કરી હતી. ત્યારપછી કોંગ્રેસનો એક પણ ઉમેદવાર આ સીટ પરથી જીતી શક્યો નથી.

અનેક વખત આડવાણી જીત્યા

ભાજપ ગાંધીનગર સીટને VVIP માને છે કારણ કે,તત્કાલિન પ્રધાનમંત્રી ટલ બિહારી વાજપેયી આ સીટ પરથી ચૂંટણી લડીને જીત્યા હતાં. આ સીટ પરથી એલકે આડવાણી 6 વખત જીતીને સાંસદ બન્યા છે.જ્યારે વાજપેયી સરકારમાં આડવાણી નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતાં ત્યારે તેઓ ગાંધીનગર થી જ સાંસદ હતાં.

1996માં વાજપેયીએ ગાંધીનગર થી ચૂંટણી લડી હતી

1996માં માત્ર એક વખત અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ લખનૌથી પણ ચૂંટણી લડ્યા હતાં. જો કે ત્યાર બાદ તેમણે ગાંધીનગર સીટ ખાલી કરી હતી. આ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે  વિજય પટેલનો ટિકીટ આપી હતી. તે સમયે કોંગ્રેસ ફિલ્મ સ્ટાર રાજેશ ખન્નાને ટિકીટ આપી હતી. જો કે તેઓ ભાજપનાં સ્થાનિક નેતા વિજય પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા.

મોદી પ્રધાનમંત્રી બની શકે, તો અમિત શાહ પણ ગૃહમંત્રી બની શકે છે

ભાજપનાં એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે જો કેન્દ્રમાં એનડીએ ફરી સત્તા પર આવે અને નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને તો અમિત શાહને કેન્દ્રિય મંત્રીમંડળમાં ગૃહમંત્રીનું પદ મળશે. એટલે કે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહનું પદ જોખમમાં છે. આ ગણિતને ધ્યાને રાખીને અમારી પાર્ટીએ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. હકિકતે જો આવું થશે તો ગાંધીનગર સીટથી બીજા ગૃહમંત્રી મળશે.

17 લાખ મતદારો અને આ વિધાનસભા સીટોનો સમાવેશ

ગાંધીનગર લોકસભા સીટમાં ગાંધીનગર ઉત્તર, કલોક, સાણંદ, ઘાટલોડીયા, વેજલપુર, નવરંગપુરા અને સાબરમતી વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. ગાંધીનગર સીટ પર 17 લાખ મતદારોની સંખ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં અમિત શાહને ગાંધીનગર સીટનાં ઉમેદવાર બનાવાયા છે. 1991માં એલકે આડવાણીએ પહેલી વખત આ સીટ જીતી.

ત્યારબાદ 1998, 1999, 2004, 2009, 2014માં પણ આડવાણી જીત્યા હતાં. ભાજપનો દાવો છે કે અમિત શાહ ગાંધીનગર સીટનાં ઉમેદવાર છે તેથી ગુજરાતમાં ભાજપને 26 સીટો પર વિજય મેળવશે.2014માં ભાજપે તમામ 26 સીટો પર વિજય મેળવ્યો હતો. કારણ કે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદનાં ઉમેદવાર હતાં. હવે આ સ્થિતી અમિત શાહ માટે આવી છે.

READ ALSO   

Related posts

રાજસ્થાનમાં તોફાની વરસાદને કારણે ચંબલ નદી ગાંડીતૂર, નીચાણવાળા વિસ્તારોમાં 6 ફૂટ સુધી પાણી ભરાયા

Riyaz Parmar

અમિત શાહનાં હિન્દી વાળા નિવેદન પર વિફર્યા કેરળનાં સીએમ, આ મામલે ગરમાયું રાજકારણ

GSTV Desk

સાઉદી અરબની આગ બીજા દેશોને પણ દઝાડશે, પેટ્રોલિયમના ભાવોમાં વધારો થવાની શક્યતા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!