GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અમિત શાહે રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવી સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની દેશને શુભેચ્છા આપી

દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સંબોધન કરતા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપી જણાવ્યું હતું કે, દેશમાં સરદાર પટેલે એકતા અને અખંડિતતા લાવવાનું કામ કર્યું છે. તેમણે જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સરદારનું કાશ્મીરનું સ્વપ્ન અધૂરૂ રહી ગયું હતું. જે બાદમાં મોદી સરકારે 370ની કલમને નાબૂદ કરી પૂર્ણ કર્યું છે.

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સાથે જ ઈન્દિરા ગાંધીની પૂર્ણ્યતિથિ પણ છે. જેથી ગૃહમંત્રી અમિત શાહે તેમને પણ સંબોધનમાં આવરી લઈ શ્રદ્ધાંજલી પાઠવી હતી. મોદી સરકારના આગામી આયોજનો અને સફળતા વિશે વાત કરતા અમિત શાહે ભારતનું આગામી લક્ષ્યાંક 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું છે તેમ પણ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, લોખંડી પુરૂષ સરદાર પટેલની અવગણના થતી રહી. જે પછી તેમને ભારતરત્ન આપવાની વાત હોય કે તેમના તૈલીચિત્રની વાત હોય. પણ હવે સરદાર પટેલનું વિશ્વમાં સૌથી ઉંચુ 182 મીટરનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. જેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.

READ ALSO

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!