GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ગૃહપ્રધાન અમિત શાહે સેટેલાઈટના ખાતે પતંગ ચગાવી, જીતુ વાઘાણી સહિતના નેતાઓ રહ્યા હાજર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉતરાયણનું પર્વ ઉજવવા વતન અમદાવાદમાં આવ્યા છે. ત્યારે તેઓએ સેટેલાઇટના કનક કલા એપાર્ટમેન્ટ પર પહોંચીને ઉતરાયણ પર્વની ઉજવણી કરી. આ સમયે જીતુ વાઘાણી સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યકરોની તો ભીડ જોવા મળી

તો અમિત શાહના આગમનના કારણે કનક કલા એપાર્ટમેન્ટ પર કાર્યકરોની તો ભીડ જોવા મળી જ સાથો સાથ આસપાસની ઇમારતો પર પણ લોકોની ભીડ જોવા મળી હતી. અમિત શાહની એક ઝલક નિહાળવા માટે લોકોએ રિતસરની ભીડ લગાવી હતી. કનક કલા એપાર્ટમેન્ટ પર પહોંચીને અમિત શાહે ઉતરાયણમાં ખાસ રીતે ખવાતી ચીકી અને વિવિધ વાનગીઓની પણ મજા માણી હતી.

 રૂપાણી, હાર્દિક, રંજનબેન અને ચાવડાએ કાપી એકબીજાની પતંગ

મકર સંક્રાતિનું પર્વ એટલે ઉત્સાહ ઉમંગ સાથે શ્રદ્ધા અને પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર. મકર સંક્રાતિના પર્વ પર પતંગ ઉડાવવાનું વિશેષ મહત્વ છે જેની પાછળ શારીરીક સ્વાસ્થયને ઉતમ બનાવવાનો તર્ક છૂપાયેલો છે તો આ પાવન પર્વ પર લોકો ગાય, શ્વાન જેવા પશુઓને આહાર આપીને પુણ્યનું ભાથુ બાંધે છે આ દિવસને દાન પુણ્યનું વિશેષ મહત્વ હોવાથી લોકો દાન પુણ્ય કરે છે તો મંદિરોમાં પણ દર્શન માટે ઉમટી પડે છે પણ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એકબીજાનો પતંગ કાપવામાં વ્યસ્ત બન્યો છે. ઉત્તરાયણનું પર્વ પણ રાજકારણના રંગમાં રંગાયું છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા માટે મોંઘવારીની પતંગ ઉડાવી હતી. તેઓ પતંગ ઉડાવવા માટે અમદાવાદના મેમનગર પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત ચાવડાનું કહેવું છે કે અત્યારે કોંગ્રેસનો પતંગ સરસ ચગી રહ્યો છે. ભાજપ ભલે તેમના લંગસ નાખે તેમ છતાં પણ કોંગ્રેસના પતંગને ઉની આંચ નહી આવે..

સીએમ રૂપાણીએ ખોખરામાં ઉત્તરાયણની ઉજવણી કર્યા બાદ સીએમ વિજય રૂપાણીએ પાલડી ગામમાં મેયર બિજલ પટેલના નિવાસ સ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સીએમ રૂપાણીના પત્ની  અંજલી રૂપાણીએ પણ પતંગ ચડાવી હતી. તેમણે સીસીએના સમર્થનમાં પતંગ ઉડાવી હતી. પાલડી ગામમાં સીએમ રૂપાણીના આગમન પહેલા સુરક્ષાનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. 

અમદાવાદના મેમનગરમાં પણ ઉત્તરાયણની ધૂમ મચી હતી. કોંગ્રેસે અહીં પતંગ પર મોંઘવારીના સૂત્ર લખ્યા હતા. અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલે આ મામલે જણાવ્યું હતું કે, સરકારે પોતાના મળતિયા પર કંટ્રોલ રાખ્યો નથી. જેથી મોંઘવારી વધી છે.  કોંગ્રેસનું કહેવુ છે કે, મોંઘવારીના કારણે દેશની જનતા પરેશાન છે.

સુરતમાં ઉત્તરાયણના પર્વને લઈને આજે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલે પણ સીએએના સમર્થન વાળો પતંગ ચગાવીને તેમણે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મહત્વનું છે કે આ પ્રસંગે સાંસદ સી.આર.પટેલનો પરિવાર પણ સ્થળ પર હાજર હતો અને તેમના પરિવાર સાથે તેમણે ઉત્તરાયણની મોજ માણી હતી.

તો આ તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગોદરેજ ગાર્ડન સિટીમાં પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી.. જીતુ વાઘાણી સાથે ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના રૂત્વીજ પટેલ અને ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.  આ સાથે તેમણે લોકોને ઉત્તરાયણની શુભકામના પાઠવી હતી.

તો વડોદરાના ભાજપના સાંસદ રંજનબહેન ભટ્ટ સાથે પણ જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી. નેતાજીની પતંગબાજીમાં રંજનબહેને કોંગ્રેસ પર કટાક્ષનો મારો ચલાવ્યો હતો.તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ ભાજપની દોરી એવી તો સૂતાવી છે કે કોંગ્રેસ કદી તેમનો પતંગ કાપી શકે તેમ જ નથી.

તો ભાજપ સાંસદ સી. આર. પાટીલનુ કહેવુ છે કે કોંગ્રેસમાં હવે એક પણ પતંગ ચગે એમ નથી. તેમણે કહ્યુ કે ભાજપનો પતંગ આકાશમાં છેક ઉંચો છે. જયારે કે કોંગ્રેસ પાસે તો હવે પતંગ નથી.

જીએસટીવીની વિશેષ રજૂઆત નેતાજીની પતંગબાજીમાં હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે. હાર્દિકે વધુમાં જણાવ્યું છે કે, કાચવાળી દોરી નહી સારી, તેમ તોફાની સરકાર નહીં સારી. અમે થોડા જન્મજાત વિરોધી છીએ. લંગસ નાખવામાં ભાજપની માસ્ટરી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું છે.નેતાઓની પતંગબાજી : રૂપાણી, હાર્દિક, રંજનબેન અને ચાવડાએ કાપી એકબીજાની પતંગનેતાઓની પતંગબાજી : રૂપાણી, હાર્દિક, રંજનબેન અને ચાવડાએ કાપી એકબીજાની પતંગShare

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

વિમાન દુર્ઘટના : 15નાં મોત, 4 હજુ વિમાનમાં ફસાયા અને 170 લોકોને સારવાર માટે લઈ જવાયા

Mansi Patel

VIDEO : કોરોના વોરિયર્સને સંક્રમણથી બચાવવા સુરતની આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર બે રોબોટિક નર્સ આપશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!