GSTV
Home » News » બંગાળમાં થયેલી હિંસા મુદ્દે અમિત શાહની પ્રેસ કૉન્ફરન્સ બાદ BJP નેતાનોનું વિરોધ પ્રદર્ષન

બંગાળમાં થયેલી હિંસા મુદ્દે અમિત શાહની પ્રેસ કૉન્ફરન્સ બાદ BJP નેતાનોનું વિરોધ પ્રદર્ષન

amit shah press conference

પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ પર થયેલા હુમલા બાદ, બીજેપીએ દિલ્હીમાં ટીએમસી વિરૂદ્ધ પ્રદર્ષનો શરૂ કરી દીધાં છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે આ બાબતે માહિતી આપવા પ્રેસ કૉન્ફરન્સ કરી, જેમાં મમતા બેનર્જીની નિંદા કરી. તો બીજેપીના નેતાઓ અત્યારે દિલ્હીમાં જંતર-મંતર પર ટીએમસી અને મમતા બેનર્જી વિરૂદ્ધ ધરણાં કરી રહ્યા છે. તેઓ મોં પર આંગળી રાખી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. આ પ્રદર્ષનમાં કેંદ્રીય મંત્રી હર્ષ વર્ધન, જીતેંદ્ર સિંહ અને વિજય ગોયલ જેવા નેતાઓ છે.

ચૂંટણી પંચ કરશે મિટિંગ
પશ્ચિમ બંગાળ પર થયેલી હિંસા બાબતે આજે ચૂંટણી પંચ એક મહત્વની મિટિંગ કરશે અને ચૂંટણી પંચના અધિકારીઓ પશ્ચિમ બંગાળના પોલિંગ ઑબઝર્વર સાથે આ બાબતે વાતચીત પણ કરશે. તેઓ વિડીયો કૉન્ફરન્સ દ્વારા આ વાતચીત કરશે. આ મિટિંગ બાદ ચૂંટણી પંચ કોઇ મોટો નિર્ણય લઇ શકે છે.

અમિત શાહે કરી પ્રેસ કૉન્ફરન્સ
ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં રોડ શો પર થયેલા હુમલા અંગે માહિતી આપવા માટે અમિત શાહે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી અને તેની તસવીરો પણ બતાવી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બીજેપી 300 કરતાં વધારે સીટોથી જીતી રહી છે. 23 મે સુધીની રાહ જુઓ, મમતા દીદીના દિવસો પૂરા થઈ ગયા છે. બીજેપી બંગાળમાં પણ 23 કરતાં વધારે સીટો જીતશે. જો ત્યાં સીઆરપીએફના જવાનો ન હોત તો મારું બચીને નીકળવું મુશ્કેલ બની જાત. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું કે, મને ચૂંટણી પંચ પર પણ વધારે આશા નથી, કારણકે બંગાળમાં તેઓ પક્ષપાત કરી રહ્યા છે.

આ અંગે વધુમાં ઉમેરતાં શાહે જણાવ્યું કે, આ અંગે આયોગે તરત જ કાર્યવાહી કરવી જોઇએ. ચૂંટણી પંચે અહીં ગુંડાઓને આઝાદ છોડ્યા છે. હું ચૂંટણી પંચને પણ વિનંતિ કરું છું કે, છેલ્લા ચરણમાં પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવે. આ પહેલાંના 6 ચરણના મતદાનથી જ ખબર પડી જાય છે કે ટીએમસીનો સફાયો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં તો પંચાયતની ચૂંટણીઓ દરમિયાન પણ હત્યાઓ થઈ હતી અને 60 એક્ટિવિસ્ટની હત્યા કરી દેવામાં આવી હતી.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!