GSTV
Home » News » અમિત શાહની ડિનર ડિપ્લોમસી : આ બે કદાવર નેતા નહીં રહે હાજર, નીતિશ દિલ્હી પહોંચ્યા

અમિત શાહની ડિનર ડિપ્લોમસી : આ બે કદાવર નેતા નહીં રહે હાજર, નીતિશ દિલ્હી પહોંચ્યા

Uddhav Thackeray

ભાજપની આગેવાનીવાળા એનડીએના વરિષ્ઠ નેતાઓ આજે બેઠક યોજવાના છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેવાના છે. આ બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમાર હાજર રહેશે. એલજેપીના નેતા રામવિલાસ પાસવાન પણ હાજર રહેશે.

જોકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને અકાલીદળના પ્રકાશસિંહ બાદલ હાજર નહીં રહે. ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય પ્રધાન સહિત ભાજપના નેતાઓની એક બેઠક સહયોગી પક્ષોની સાથે ડીનર પહેલા યોજાશે. એક્ઝિટ પોલમાં ભાજપ સમર્થિત એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાના પૂર્વાનુમાન સામે આવ્યા બાદ ભાજપ દ્વારા ડીનરનું આયોજન કરાયું.

ચૂંટણી સર્વે પ્રમાણે એનડીએને 303 જેટલી બેઠક મળી રહી છે. જ્યારે લોકસભામાં બહૂમતીનો આંકડો 272 છે. જે આંકડાને એનડીએ વટાવી શકે છે. જેથી દેશમાં ફરીવાર એનડીએ સરકાર બનાવનો દાવો ચૂંટણી સર્વેમાં કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ, બોમ્બે હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ માંગ્યો

Mansi Patel

‘માટલું અહિં છે, પાણી ક્યાં છે?’ તમિલનાડુમાં જળ સંકટ ઘેરૂ બન્યું, જેલભરો આંદોલનની તૈયારી

Riyaz Parmar

સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!