અમિત શાહે આ 3 હારેલા નેતોઓને બનાવ્યાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, દેશ ખૂંદી વળવા માટે તૈયાર

narendra-modi-amit-shahj

ભારતીય જનતા પક્ષનાં અધ્યક્ષ અમિત શાહે ગયા મહિને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્ક્ષની નિમણૂક કરી હતી, જેમાં ગયા મહિને સત્તા ગુમાવનારા તેમના ત્રણ મુખ્ય પ્રધાનોને નવી જવાબદારીઓ આપી હતી. ભાજપના રાષ્ટ્રીય સચિવશ્રીએ ટ્વીટ કરી હતી કે શિવરાજ સિંહ ચૌહાણ, રમન સિંહ અને વસુંધરા રાજે સિંધિયાને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યતક્ષ તરીકે નિમવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં વસુન્ધરા રાજે ઉપરાંત, 13 વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને 15 વર્ષથી છત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંઘેએ એક મહિના અગાઉ ડિસેમ્બરમાં પોતાના રાજ્યો ગુમાવ્યાં છે. હવે લોકસભાની ચૂંટણીનાં લગભગ 2-3 મહિના પહેલાં ભાજપે આ ત્રણ મોટા નેતાઓને કેન્દ્રમાં લાવવાનો નિર્ણય કર્યા પછી પક્ષના ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter