GSTV

અમિત શાહના કોરોના નેગેટિવ હોવા પર પ્રશ્નાર્થ, ગૃહ મંત્રાલયે કહ્યું- હજુ તો ટેસ્ટ જ નથી થયો

ગૃહ મંત્રી અમિત શાહની કોરોના રિપોર્ટ નેગેટિવ આવવાના સમાચારને ગૃહ મંત્રાલયે નકારી કાઢ્યા છે. સમાચાર એજન્સી ANI ને ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ છે કે, અમિત શાહે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ હજી સુધી કોઈ Covid-19 નો ટેસ્ટ કરવામાં આવ્યો નથી. ગૃહ મંત્રાલયના અધિકારીનું આ નિવેદન દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીના એ ટ્વિટ બાદ આવ્યુ છે, જેમાં તેમણે કહ્યું હતું કે અમિત શાહનો તાજેતરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રવિવારે ટવીટ કરીને કહ્યું હતું કે, દેશના દિગ્ગજ ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.

2 ઓગષ્ટના રોજ ટ્વીટ કરી જણાવ્યુ

ઉલ્લેખનીય છે કે, 2 ઓગષ્ટના રોજ અમિત શાહનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 55 વર્ષિય શાહે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. ખરેખર અમિત શાહે કોરોના સંક્રમણના હળવા લક્ષણો લક્ષણો દેખાયા બાદ કોવિડ-19 નો રીપોર્ટ કરાવ્યો છે. તેમણે 2 ઓગષ્ટના રોજ ટ્વીટ કરી જણાવ્યુ કે, તે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારબાદ તેમણે રાજધાની દિલ્હીને અડી આવેલી ગુડગાંવની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમિત શાહે કરી હતી આ વિનંતી

તેમણે કહ્યું હતું કે, કોરોનાના શરૂઆત લક્ષણ દેખાવવા પર મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પણ પોઝિટિવ આવી છે. મારી તબિયત બરાબર છે, પરંતુ ડૉક્ટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છે. મારી વિનંતી છે કે, તમારામાંથી જેઓ થોડા દિવસોમાં મારી નજીર આવ્યા છે , તેઓ મહેરબાની કરીને આઈસોલેટ થઈ જાય અને પોતાની કોરોના રીપોર્ટ કરાવો.

READ ALSO

Related posts

રાજ્યસભામાં નિયમો તૂટશે તો કાલે પણ માઈક તોડીશ : સાંસદની ચીમકી

Bansari

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah

મોદી, આનંદીબેન અને રૂપાણી ત્રણેયને છે ચાઈનીઝ પ્રેમ, જાસૂસી કરતી ચાઈનીઝ કંપનીઓ સાથે ગુજરાતમાં MOU

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!