GSTV

ફાઈનલી અમિત શાહ થયા કોરોના મુક્ત, ખુદ TWEET કરી આપી જાણકારી

દેશના ગૃહમંત્રી અને ભાજપના કદાવર નેતા અમિત શાહનો આજે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અમિત શાહ છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટીવ આવ્યા બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ થયા હતા. દિલ્હીમાં કોરોના રોકવા માટે યોજેલી બેઠકો દરમિયાન તેમને ચેપ લાગ્યો હતો. આજે તેઓ ફરિ સ્વસ્થ થયા છે જોકે, હજુ પણ તેઓ હોમ આઈસોલેશનમાં રહેશે. આ બાબતે અમિતશાહે એક ટ્વીટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને ધન્યવાદ કરું છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો એ તમામનો હું દિલથી આભાર માનું છું. તબીબોની સલાહ પર હજુ બીજા કેટલાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે, હવે તેમની તબિયત સારી છે અને તેઓ કોરોનાથી સાજા થઈ ગયા છે. આ અંગે તેમણે ખુદ એક ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે,

આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને ધન્યવાદ કરું છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો એ તમામનો હું દિલથી આભાર માનું છું. તબીબોની સલાહ પર હજુ બીજા કેટલાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.

પ્રણવ મુખર્જી પણ લઈ રહ્યા છે સારવાર

દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ભારત રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. મોદી સરકારના 4 મંત્રી સહિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. દરરોજ કેસનો આંક હવે 60 હજાર પ્લસ આવી રહ્યો છે.

ભારત બીજા નંબરે આવ્યું

કોરોના પોઝિટિવ કેસની બાબતમાં અમેરિકા પછી બ્રાઝિલને હંફાવીને ભારત બીજા ક્રમે આવી ગયું હતું. અમેરિકામાં હાલ 32. 76 લાખ એક્ટિવ કેસ છે. એની સામે ભારતમાં એક્ટિવ કેસનો આંકડો છ લાખ ત્રેપન હજાર પર પહોંચ્યો હતો અને કોરોનાગ્રસ્તોનો કુલ આંકડો 24 લાખ પર પહોંચ્યો હતો. અગાઉ અમેરિકા પછી બીજા ક્રમે બ્રાઝિલમાં સૌથી વધુ કેસ હતા.

અત્યાર સુધીમાં કોરોનાના પગલે થયેલાં મૃત્યુનો આંકડો 47 હજાર 33 પર પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસથી રોજ સરેરાશ 60 હજાર નવા કેસ આવતાં ભારત બ્રાઝિલને હંફાવીને બીજા ક્રમે પહોંચવાની તૈયારીમાં હતું. અમેરિકામાં કુલ કેસ 51 લાખ 97 હજાર હતા જેમાં સક્રિય (એક્ટિવ) કેસનો આંકડો 32 લાખ 76 હજારનો હતો. બ્રાઝિલમાં કુલ કેસનો આંકડો 31 લાખ 64 હજારનો હતો.

23 લાખને પાર પહોંચ્યો કેસ

ગુરૂવારે સાંજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં 67 હજાર કેસ નવા આવતાં ભારતમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 23 લાખ 96 હજાર 638ની થઇ હતી.

એમાં આશ્વાસન જેવા સમાચાર એ હતા કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે રજૂ કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં બે લાખ 68 હજાર કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા હતા.બુધવારથી ગુરૂવાર વચ્ચે દેશમાં કુલ 8 લાખ 30 હજાર ટેસ્ટ પૂરા થયા હતા.

દેશમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં હતી. અહીં છેલ્લા એક સપ્તાહના પહેલા ત્રણ દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા હતા. એને કારણે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કેસનો આંકડો પાંચ લાખ પાંત્રીસ હજારથી પણ વધી ગયો હતો અને મૃત્યુનો આંકડો 18, 650નો થયો હતો. દેશમાં કોરોનાના કુલ કેસના એક તૃતિયાંશ જેટલા કેસ એકલા મહારાષ્ટ્રમાં છે. ચેપને નાથવામાં રાજ્ય સરકારને સફળતા મળી નથી.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana

મોદી સરકાર સામે સૌથી વધારે નારાજગી ખેડૂતોની: આંદોલનોમાં 700 ટકાનો વધારો, ઉદ્યોગપતિઓની ગણાય છે સરકાર

Mansi Patel

ભારતમાં કોરોના કેસનો આંક 59 લાખને પાર, 24 કલાકમાં 1089 દર્દીઓના નીપજ્યાં છે મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!