GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ગૃહમંત્રી અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, જાતે Tweet કરી આપી માહિતી

સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગૃહમંત્રી અમિત શાહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ અંગે તેમણે ખુદ એક ટ્વીટ કરી જણાવ્યુ છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો જણાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારી તબિયત સારી છે પણ ડોક્ટર્સની સલાહ પ્રમાણે હું હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. તેથી એ તમામ લોકોને વિનંતી કરૂ છું કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે તમામ થોડા દિવસ માટે મહેરબાની કરી આઈસોલેટ થઈ જાય અને સાથે સાથે તપાસ પણ કરાવે.

કેસનો આંકડો 17 લાખને પાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટીવ આવ્યા છે. બાદમાં તેઓ ડોક્ટર્સની સલાહ પર મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. ગૃહમંત્રીએ ખુદ પોતાના ટ્વીટર હૈંડલ પર આ વાતની પુષ્ટી કરી છે.

  • ગૃહપ્રધાન અમિત શાહ કોરોના પોઝિટીવ
  • અમિત શાહે પોતે ટ્વિટ કરીને આપી માહિતી
  • ડોGટર્સના સૂચન પર હોસ્પિટલમાં થઇ રહ્યા છે દાખલ
  • મારી તબિયત સારી છે: અમિત શાહ

કેસનો આંકડો 17 લાખને પાર

દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો 17 લાખને પાર પહોંચી ગયો છે, ત્યારે આશરે 37 હજાર લોકોના કોરોનાના કારણે મોત થઇ ચુક્યા છે. ત્યારે કર્ણાટકમાંથી એક એવી ખબર સામે આવી છે કે કોરોનાથી સંક્રમિત દરેક વ્યક્તિને હિંમત આપવા માટે પુરતી છે. અહીંયા એક 110 વર્ષની મહિલાએ કોરોનાને મ્હાત આપી છે. આ વૃદ્ધાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મહિલાનું નામ સિદ્દમ્મા છે… અને તેઓ કર્ણાટકના ચિત્રદુર્ગના રહેવાસી છે. જિલ્લાના સર્જન ડોક્ટર બસવારાજના જણાવ્ય પ્રમાણે સિદ્દમ્મા કોરોના પોઝિટીવ જણાઇ આવ્યા બાદ 27 જુલાઇએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે માત્ર છ દિવસમાં જ કોરોનાને મ્હાત આપી. જે બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા.. પોતાની ઇચ્છાશક્તિના દમ પર સિદ્દમ્માએ ન માત્ર કોરોનાને મ્હાત આપી.. પરંતુ લોકોને આ મહામારી સામે હાર ન માનવાની પ્રેરણા પણ પૂરી પાડી…

READ ALSO

Related posts

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana

370ની વર્ષગાંઠ: અલગાવવાદી નહીં મનાવી શકે બ્લેક ડે, જમ્મુ કાશ્મીરમાં બે દિવસ માટે કડક કર્ફ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!