GSTV
India News Trending

2 દિવસથી નથી દેખાયા બાદ અમિત શાહે ગુરૂવારે દિલ્હીમાં બોલાવી સમીક્ષા બેઠક

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આંચકાજનક પરાજય મળ્યા બાદ હવે ભાજપ દ્વારા પરાજયની સમીક્ષા કરવામાં આવશે. ગુરૂવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વની બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં ભાજપ હાઇકમાન્ડ દ્વારા પાંચેય રાજ્યોના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. 2019ની લોકસભા ચૂંટણીના ફાઇનલ પહેલા 5 રાજ્યોની ચૂંટણી સેમિફાઇનલ સમાન ગણાતી હતી. અને ભાજપ આ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી 2019માં ફરી આત્મવિશ્વાસપૂર્વક સત્તા હાંસલ કરવાની મહેચ્છા ધરાવતું હતું.

પરંતુ ભાજપના ગઢ ગણાતા હિન્દી બેલ્ટના 3 મોટા રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જ ભાજપનો પરાજય થતાં ભાજપની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો છે. ત્યારે અમિત શાહની અધ્યક્ષતામાં મળી રહેલી બેઠકમાં ચૂંટણીમાં ભાજપ દ્વારા ક્યાં ચૂક રહી ગઇ તેના કારણો જાણવામાં આવશે. જો આવી જ પરિસ્થિતિ રહી તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. આથી ભાજપની બેઠકમાં આ તમામ પાસાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

Related posts

અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો

Hardik Hingu

મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો

Akib Chhipa

ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ

Hardik Hingu
GSTV