GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

અમિત શાહ ઉત્તરાયણ પર અમદાવાદમાં, જાણો કોના કપાશે પતંગ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણનું પર્વ મનાવવા માટે અમદાવાદમાં આવી રહ્યા છે તેઓ થલતેજ માં રહે છે મોટા તહેવારો અને પ્રસંગો દરમ્યાન તેઓ અમદાવાદ આવીને પરિવાર સાથે સમય ગાળવાનું પસંદ કરતા હોય છે.

14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ નિમિત્તે અમિત શાહ આવતી કાલે અમદાવાદ આવી જશે. તેઓ જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે મોટેભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પક્ષના પ્રમુખ જીતુ વાઘાણી સહિતના અન્ય કેટલાક મંત્રીઓ અને તથા આગેવાનોને મળતા હોય છે તેમજ ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો ચિતાર મેળવી વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરીને માર્ગદર્શન પણ આપતા હોય છે.

ઉતરાયણ પર્વ પર તેઓ પરિવાર સાથે સમય વિતાવો એવું છે એવું જાણવા મળે છે પરંતુ સૂત્રો જણાવે છે કે અમિત શાહ મુખ્યમંત્રી રૂપાણી પ્રદેશ પ્રમુખ જેવા કેટલાક ટોચના નેતાઓ સાથે બંધબારણે ગુપ્ત બેઠક કરશે. એક બાજુ રાજકીય આગેવાનો અને કાર્યકરો ધાબા અને અગાસી ઉપર એકબીજાની પતંગો કાપવામાં અને લૂંટવામાં મજબૂત બનશે તો બીજી બાજુ ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ધાબા પર ગયા વગર જ રૂમમાં બેઠા બેઠા અને એક રાજકીય નેતાઓના પતંગો કાપી નાખશે.

તેમજ કોંગ્રેસના જે ધારાસભ્યો કે નેતાઓને ભાજપમાં સમાવવાના છે તેના માટે જેટલી જરૂર હશે તે પ્રમાણેની પતંગની ઢીલ છોડશે અમિત શાહ 15મી જાન્યુઆરીએ ના દિલ્હી જવા રવાના થઈ જશે તેમની આ મુલાકાત પણ ખૂબ જ મહત્વની બની રહેશે.

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!