GSTV

આ કારણે અમિત શાહને મળી શકે છે નાણા મંત્રાલય, રાજનાથ અને નિર્મલા સિતારમનનું ખાતુ ફાઈનલ

જીતુ વાઘાણીએ કરેલી ટ્વીટ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી હવે કેન્દ્રમાં એક સાથે કામ કરશે. જીતુ વાઘાણીએ ટ્વીટ કરી હતી અને આ અંગેનો ફોળ પાડ્યો હતો. જો કે હવે મોટી વાત એ છે કે અમિત શાહને કેન્દ્રમાં ક્યુ પદ મળશે. કારણ કે માહિતી પ્રમાણે રાજનાથ સિંહ અને નિર્મલા સિતારામનનું ખાતુ જે છે તે જ રહેવાનું છે. જેના પરિણામે હવે એક માત્ર નાણા મંત્રાલયનું ખાતુ અમિત શાહના ફાળે જઈ શકે છે.

આ પાછળનું તર્ક એ પણ છે કે ગત્ત ટર્મમાં ભાજપના નાણામંત્રી રહેલા અરૂણ જેટલી પોતાની નાદુરુસ્ત તબિયતના કારણે કોઈ ખાતુ ન સંભાળવાની વાત કરી છે. આ વચ્ચે ખાલી પડેલી જગ્યાને ભરવા માટે હવે અમિત શાહનું નામ અગ્રેસર માનવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણા મંત્રાલય સંભાળનારા પીયુષ ગોયલને કાં તો ખાતાથી વંચિત રહેવું પડે એમ છે અથવા તો તેમને કોઈ અન્ય ખાતુ સંભાળવા મળશે. કારણ કે આ પદ મોટું છે ઉપરથી અમિત શાહના કદ પ્રમાણે તેમને આપવું રહ્યું. બીજી તરફ રાજનાથ સિંહ ગૃહમંત્રી તો નિર્મલા સિતારમન રક્ષામંત્રી તરીકેનું ખાતુ સંભાળશે. જેથી અમિત શાહ માટે નાણામંત્રાલય ફાઈનલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

ઝીરોના ધબડકા બાદ શાહરૂખ ખાન થઇ ગયો હતો નર્વસ, લાંબા બ્રેક બાદ આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યુ

Bansari

આ હૉલીવુડની આ હિન્દી થ્રિલર ફિલ્મમાં સોનમ કપૂર, નેત્રહિન યુવતીના પાત્રમાં જોવા મળશે

Bansari

25 તારીખે ભાજપને ઘેરવા કોંગ્રેસની તાડામાર તૈયારી, ધાનાણી-ચાવડા આ કામ માટે દિલ્હીમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!