GSTV
Home » News » અમિત શાહ લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, ગુજરાતની નથી

અમિત શાહ લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, ગુજરાતની નથી

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનું વધારે પડતું ફોકસ પૂર્વોતર રાજ્યો પર મંડાયેલું છે. જે માટે ભાજપ રણનીતિ પણ તૈયાર કરી રહ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળમાંથી ઓછામાં ઓછી 22 બેઠક જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ત્યારે સૂત્રો મુજબ અમિત શાહ પશ્ચિમ બંગાળની કોઇ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રો મુજબ અમિત શાહ ઉત્તર કોલકત્તા, હાવડા અથવા આસનસોલમાંથી કોઇ એક બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવી શકે છે. આસનસોલ એક સુરક્ષિત બેઠક છે. કારણ કે ત્યાંથી પહેલી વખત સંસદની ચૂંટણી લડીને ગાયકમાંથી નેતા બનેલા બાબુલ સુપ્રિયોએ 2014માં જીત નોંધાવી હતી. આજે પણ આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ જણાઇ રહ્યું છે.

ગુજરાતમાં હાલમાં ભાજપ ધીમેધીમે પકક્ડ ગુમાવી રહ્યું છે. રૂપાણી સરકારે ભરપૂર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્થિતિ પલટાઈ રહી છે અે ભાજપ પણ સ્વીકારી ચૂક્યું છે. ભાજપની બે સૌથી મોટી યાત્રા કળશ યાત્રા અને અેકતા યાત્રાનો ફ્લોપ શો થયો છે. ભાજપના મંત્રીઅો પણ સ્વીકારી ચૂક્યા છે કે હવે ભાજપ માટે ભીડ અેકઠી કરવી અે મુશ્કેલ બની રહ્યું છે.

સત્તાધારી સરકાર સામે અેન્ટિઇન્કમ્બસીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. અાગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી સામે હોવાથી મોદીઅે ગઈકાલે રાતે રૂપાણી સરકાર અને સંગઠનને લાંબું લચક લેશન અાપ્યું છે. મોદીઅે 26 સીટો જીતવાનો અાદેશ કર્યો છે. જે માટે શક્ય તમામ પ્રયત્નો કરવાની ખૂલ્લી છૂટ અાપી છે. ભાજપના અગ્રણીઓને છૂટોદોર અપાયો છે કે ગુજરાતમાં ફરી ભાજપની પક્કડ મજબૂત કરવા તમામ પ્રયત્નો કરો.

ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટના સિનિયર સભ્યો તેમજ પ્રદેશના પદાધિકારીઓ સાથે લોકસભાની ચૂંટણીની ચર્ચા કરી છે.

અા અાપ્યું ભાજપના પદાધિકારીઅોને લેશન

૩૦મીએ મોડી સાંજે ગાંધીનગર આવેલા નરેન્દ્ર મોદીએ આગામી ચૂંટણીમાં રાજયની  ૨૬ બેઠકો માટેની માઇક્રો સ્ટેટેજી ઉપર વધારે ભાર મૂકયો હતો અને કહ્યું હતું કે એકતાથી ચૂંટણી જીતવા કામમાં લાગી જાવ. મોદીઅે ગુજરાત સરકારની કેટલીક બાબતોના નારાજગી વ્યકત કરી હતી પરંતુ સરકારે કરેલી ભૂલોને સુધારી લેવાની પણ તાકીદ કરી છે. તેમણે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન  પર વધારે ભાર મૂકવાનું જણાવ્યું હતું.

Related posts

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi

ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયુ : ગુજરાતની સાતમાંથી ચાર બેઠક પર આ તારીખે મતદાન અને પરિણામ

Bansari

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!