મિશન 2019: અમિત શાહને ગુજરાતમાં પણ ભાજપ હારવાનો છે ડર? આજે જ બોલાવી દિલ્હીમાં બેઠક

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના ગુજરાત ખાતેના સાંસદો સાથે એક બેઠક કરવાના છે. રાજધાની નવી દિલ્હી ખાતે યોજાનારી ગુજરાતના ભાજપના સાંસદોની બેઠક ગુજરાત ભવન ખાતે યોજાશે. ગુજરાત ભવન ખાતે ભાજપના સાંસદોની બેઠકમાં 2019ની લોકસભાની ચૂંટણી સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. આ બેઠક સાંજે સાત વાગ્યે યોજાવાની છે.

મહત્વપૂર્ણ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26 લોકસભા બેઠકોમાંથી 26 બેઠકો પર જીત મળી હતી. પરંતુ તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠકો અને તાજેતરમાં પેટાચૂંટણીમાં જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત સાથે વિધાનસભામાં હવે ભાજપ અને ટેકેદાર ધારાસભ્યો મળીને એકસો પ્લસ બેઠકો થઈ છે.

જો કે તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે દાવો કર્યો હતો કે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 15થી વધુ બેઠકો મળશે. જો કે ભાજપે પણ 2019ની લોકસભાની ચૂંટણીમાં 2014ની ચૂંટણી જેવા પ્રદર્શનને જાળવી રાખવાની રણનીતિ પર કામગીરી શરૂ કરી છે.

કોંગ્રેસનું 10 બેઠકો પર પ્રભુત્વ

કોંગ્રેસનું 10 બેઠકો પર પ્રભુત્વ છે. જેને પગલે કોંગ્રેસ આ બેઠકો જાળવી રાખવા માટે મરણિયા પ્રયાસો કરશે. હવે લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં તમામ સાંસદોને પોતાની ગ્રાન્ટની રકમની કોથળી ખુલ્લી મૂકી દેવામાં આવે તેવી સૂચના અપાય તેવી સંભાવના છે. હવે સાંસદો મત વિસ્તારમાં ફરતા દેખાય તો નહીં.

અમિત શાહ આજે 26 સાંસદોને લેશન આપશે

રાજ્યમાં આ વર્ષે ઘણા સાંસદોની બાદબાકી થાય તેવી સંભાવના છે. સાંસદો મતવિસ્તારમાં રહેતા ન હોવાની બુમરાણ છે. જેઓ હારે તેવી સ્થિતિમાં છે તે સાંસદોનું પત્તું કપાઈ જશે. આજની બેઠકમાં આ સાંસદોને મત વિસ્તારમાં વધુ એક્ટિવ થવા સૂચનાઓ અપાય તેવી સંભાવના છે. ગુજરાતની 10 બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. જ્યાંથી જીતવું ભાજપ માટે કપરાં ચઢાણ સમાન છે. ભાજપ ઓછામાં ઓછી બેઠકો ગુમાવાય તે માટે પ્રયત્નો કરી રહ્યું છે. જેને પગલે આજની બેઠક ઘણી મહત્તવની છે. અમિત શાહ આજે સાંસદોને મત વિસ્તાર છોડી ને બહાર ન જવા માટે પણ સૂચનાઓ આપી શકે છે. ભાજપ માટે આજની બેઠક અતિ અગત્યની છે. અમિત શાહ આજે 26 સાંસદોને લેશન આપશે એ નક્કી છે. જે ટાર્ગેટ અંતર્ગત હવે ગુજરાતમાં નવી સ્થિતિ બદલાતી દેખાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter