અમિત શાહે તમિલનાડુનાં લોકોને આકર્ષવા ચલાવેલા એક જૂઠાણાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. શાહે ચેન્નાઈની યાત્રા દરમિયાન કહેલું કે, મોદીએ શ્રીલંકાના જાફનામાં તમિલો માટે ઘર બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. મોદી ૨૦૧૫માં જાફના ગયા ત્યારે તમિલ ભાઈ-બહેનોને મળ્યા હતા અને ખાતમૂહુર્ત કર્યું હતું એવો દાવો શાહે કર્યો.
૫૦ હજાર ઘર બાંધવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો
શાહે આ પ્રોજેક્ટ મોદીએ શરૂ કર્યો હોય એવું ચિત્ર ઉભું કર્યું પણ વાસ્તવમાં ૨૦૧૦માં ડો. મનમોહનસિંહ સરકારે જાફનામાં યુધ્ધના કારણે અસરગ્રસ્ત તમિલો માટે ૫૦ હજાર ઘર બાંધવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. કોંગ્રેસ સરકારે આ પ્રોજેક્ટ માટે ૧૪૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવી હતી. ૨૦૧૨ સુધીમાં એક હજાર ઘરોનો પાયલોટ પ્રોજેક્ટ પૂરો થયા પછી બીજા તબક્કામાં ૪૫ હજાર મકાનોનું નિર્માણ શરૂ થયું. બીજો તબક્કો મોદી શાસનમાં ૨૦૧૮માં પૂરો થયો.

શાહ સામે ટીકાઓનો બરાબર મારો ચલાવ્યો
શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશન, જાફનામાં કોન્સ્યુલેટ જનરલ, વિદેશ મંત્રાલય તથા યુ.એન.ની વેબસાઈટ પર પણ આ વિગતો ઉપલબ્ધ છે. લોકોએ આ વેબસાઈટ્સની લિંક મૂકીને શાહ સામે ટીકાઓનો બરાબર મારો ચલાવ્યો.
READ ALSO
- ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ
- રાજકોટ/ સીએમ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
- સરકારી કર્મચારીઓ માટે સારી ખબર : પ્રમોશન પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારીમાં મોદી સરકાર, થશે મોટો લાભ
- ચેતવણી/ ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, થઈ શકે છે અનેક નુકસાન
- પીએમ બાદ સીએમને પણ અપાશે રસી : ગુજરાતમાં રૂપાણી સહિત વીવીઆઈપીને લાગશે લોટરી, મોદી સરકારે કરી આ તૈયારી