GSTV

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Last Updated on June 22, 2021 by Damini Patel

ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સરખેજ -ગાંધીનગરને જોડતાં બે ઓવરબ્રિજનું લોકાપર્ણ કર્યુ હતું. આ પ્રસંગે અમિત શાહે એવી આશા વ્યક્ત કરી હતીકે, મોટી જનસંખ્યા ધરાવતાં દેશમાં બધાય નાગરિકોને નિશુલ્ક રસી આપવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય ઐતિહાસિક છે. ગુજરાતમાં કંઇક નવાજૂની થવાના એંધાણ છે. ગઈકાલે અમદાવાદ આવેલા અમિત શાહ પ્રથમવાર નીતિન પટેલની સાથે એક જ કારમાં સવાર થયા હતા. બાદમાં સરકીટ હાઉસમાં આ બંને નેતાઓની એક કલાક બેઠક થઈ હતી અને સાથે ભોજન કર્યું હતું. આમ સાઈડ લાઈન રહેતા નીતિન પટેલ પ્રથમવાર એક સાથે જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં આ મુલાકાતો નવા સમીકરણો રચે તેવી સંભાવના છે.

ઉદઘાટન -રસીકરણની કામગીરી નિહાળી અમિત શાહ રાજભવનથી સીધા જ સરકીટ હાઉસ પહોંચ્યા હતાં જયાં મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી ઉપરાંત મહેસૂલ મંત્રી કૌશિક પટેલ વચ્ચે બેઠક થઇ હતી જેમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિકાસના કામોને લઇને વિસ્તૃત ચર્ચા થઇ હતી.

જોકે,અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ એક જ કારમાં સરકીટ હાઉસ પહોંચ્યા હતાં જયાં આ બંને નેતાઓ વચ્ચે પણ બેઠક થઇ હોવાની ચર્ચા છે. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી અને પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગતા ગુજરાતમાં થયેલ રાજકીય હલચલને લઇને ચર્ચા થઇ હોવાનુ કહેવાય છે.

રસીકરણ કેન્દ્રોની મુલાકાત કરી

રસીકરણના કારણે જ કોરોના સામેનો જંગ ચોક્કસપણ જીતીશુ. અમિત શાહે બોડકદેવ સ્થિત રસીકેન્દ્રની મુલાકાત લઇને રસીની કામગીરી નિહાળી હતી. એટલું જ નહીં, તેમણે લોકોને રસી લેવા અપીલ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલ,ગાંધીનગર અને ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં રસીકેન્દ્રોની મુલાકાત લીધી હતી. બોડકદેવ સ્થિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલમાં વોક ઇન વેકસીનેશનનો પ્રારઁભ કરાવી અમિત શાહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં રસીકરણની કામગીરીમાં વધુ વેગ આવશે.

યોગદિને જ વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જેમણે પ્રથમ ડોઝ લીધો છે તે લોકો બીજો ડોઝ પણ સમયસર લઇ લે. તો જ કોરોના સામેની લડાઇ સુરક્ષિત થશે. વિશ્વમાં આજે પ્રતિ દસ લાખ નાગરિકોના વેકસીનેશનમાં ભારત સૌથી ટોચના ક્રમે રહ્યુ છે. રસીકરણથી જ કોરોના સામે જંગ લડી શકીશુ અને આ મહામારીથી લોકોને બચાવવા સક્ષમ બની શકીશુ. સાથે સાથે નવા આયોજનોને કારણે તમામ નાગિરકોને રસી મળે તે લક્ષ્યાંક સુધી પહોચીશું.

રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન

અમિત શાહે રૂા.38 કરોડના ખર્ચે નિર્માણ થયેલાં છત્રાલ – પાનસર રેલ્વે ઓવરબ્રિજનું ઉદઘાટન કર્યુ હતું. વર્ષ 2016માં 6 ઓવરબ્રિજની રાજ્ય સરકારે મંજૂરી આપી હતી જેમાં ચાર ઓવરબ્રિજનું લોકાપર્ણ કરાયુ છે. આગામી ટૂંક જ સમયમાં અન્ય ઓવરબ્રિજ પર ખુલ્લા મૂકવામાં આવશે.

અમદાવાદ-સરખેજને જોડતાં ઓવરબ્રિજ ખુલ્લા મૂકાતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે.શાહે કોલવડા ગામમાં જઇને ગ્રામજનોની પ્રાથમિક સુવિધા અંગેની મુશ્કેલી જાણી હતી. અમિત શાહે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, અમદાવાદમાં આગામી દિવસોમાં હાઉસિંગ બોર્ડમાં જે મકાનો છેલ્લા 35 વર્ષથી જર્જરીત છે તેનું રિ ડેવલપમેન્ટ કરવામાં આવશે.

અમિત શાહે રાજભવનમાં રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જયાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે ભોજન લીધું હતું. મંગળવારે અમિત શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!