અમિત શાહ અને અનુપ્રિયા પટેલે કરી લીધુ મીઠું મોઢુ, આ સીટ પરથી લડશે અનુપ્રિયા

યુપીમાં ફરીવાર ભાજપ અને અપના દળ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. અપનાદળના અધ્યક્ષ અનુપ્રિયા પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. જે બાદ યુપીમાં અપનાદળને બે બેઠક ફાળવવામાં આવી છે.

અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યુ કે, અનુપ્રિયા પટેલ મિર્જાપુરથી ચૂંટણી લડશે જ્યારે બાકીની એક બેઠક પર બન્ને પાર્ટીના નેતાઓ ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા અપના દળે ભાજપ સાથે છેડો ફાડવાની પણ જાહેરાત કરી હતી. જોકે, તમામ અટકળો પર અંત લગાવીને અપનાદળે ફરીવાર ભાજપ સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter